સમજાતું નથી. ( Samjatu Nathi )
Updated: Jul 16, 2025
By Odiya Dhara Kantibhai
વર્તમાનને કેમ ભૂતકાળનું દર્દ સમજાતું નથી,
આખરે એનો શું વિચાર છે સમજાતું નથી.
આંખોમાં સત્ય રાખીને મોઢેથી ખોટું બોલે છે,
આ પ્રેમ નામનું ઉખાણું કેમ ઉકેલાતુ નથી.
તું નહીં તો કોઈ નહીં લોકો એવું કેમ ધારી લ્યે છે,
આ તથ્ય મારા મનને પણ ભુલાતું નથી.
જીવનના દરેક મોડ પર નવા લોકો મળવાના છે,
છતાં એ જુનું વ્યક્તિ કેમ ભૂલાતું નથી.
અનેક લોકો સાથે ચાલે છે અનેક લોકો સાથ ચાહે છે,
છતાં આ એકલતા નામની જેલમાંથી બહાર અવાતુ નથી.
ચાહીએ તો ઘણું બધું છીએ પણ ક્યારેક આપણી જ ચાહતને ભુલીને,
કેમ મરેલાં મન સાથે જીવવું પડે છે સમજાતું નથી.
માન્યું જીંદગી છે વાર્તા જેવી,
છતા તેનું શીર્ષક કેમ સમજાતું નથી.
By Odiya Dhara Kantibhai

Comments