શું લખું તને?
Updated: Jul 12, 2025
By Payal Prajapati
શું લખું તને? કે પછી તારા માટે?
ચાલ, શબ્દોને જ મરોડી લખું હું..
લાગણીને આજ પાલવડે બાંધી,
મારી લાગણીઓને જ લખું હું...
પ્રણયની શબ્દમાળા બનાવીને,
અમસ્તી જ કોઈ કવિતા લખું હું...
મીઠી મધુર યાદોને તાજી કરી,
એ યાદોને જ વાગોળી લખું હું...
શિયાળાની ટાઢક સમી વાદળી,
તડકે ભીંજાયાની વાત લખું હું...
શું લખું તને? કે પછી તારા માટે?
ચાલ, શબ્દોને જ મરોડી લખું હું..
By Payal Prajapati

Comments