યંગસ્ટર્સની દુનિયા..
By Payal Prajapati
ઈન્ટરનેટનો
છે જમાનો
વળી
યંગસ્ટર્સનો દીવાનો...
ટેકનોલોજી છે
હાઈ ફાઈ
વળી
ભળ્યું એમાં વાઈ ફાઈ...
મોબાઈલ ફોન
લેપટોપ
વળી
રહેવાનું ટીપટોપ...
ગરમી દેખાય
છે સ્વભાવે
વળી
એવા જ છે હાવભાવે...
સારું વરસુ ના
જાણે કદી
વળી
જપી બેસી ન રે ઘડી...
રોજબરોજની
ખટપટ
વળી
નિર્ણય લે ઝટપટ...
વાતોને સમજે
એ અધૂરી
વળી
જિંદગી આમ જ પૂરી...
જગની જાદુઈ
છે પૂડિયા
વળી
યંગસ્ટર્સની દુનિયા...
By Payal Prajapati

Comments