મિશન ચંદ્રયાન ચંદ્ર ભૂમિ સર કરી ગયું..
Updated: Jul 12, 2025
By Payal Prajapati
આજે ભારતભૂમિનું ગૌરવ વધી ગયું,
મિશન ચંદ્રયાન ચંદ્ર ભૂમિ સર કરી ગયું..
આજે વર્ષોના વાયદાને તોડીને ગયું,
વિશ્વ ફલક પર નામચીન બની ગયું..
અનેક દેશના અરમાનો તોડીને ગયું,
ભારતનું ચંદ્રયાન શોર મચાવીને ગયું..
વિસરે નહી એવી ખ્યાતિ આપી ગયું,
દેશની ગૌરવ ગાથા બનીને રહી ગયું..
લેન્ડર વિક્રમના સહારે પહોંચી ગયું,
રોવર પ્રજ્ઞાન ચંદ્રભૂમિ પર આવી ગયું..
કલાકોની રાહ બાદ રોવર આવી ગયું,
અશોકસ્તંભના નિશાન છોડીને ગયું..
મિશન સદીઓ સુધી અમર કરી ગયું
નવા સપના જોવા આશા આપી ગયું..
વૈજ્ઞાનિકમાં નવો જુસ્સો છે ભરી ગયું,
વળી નવી દિશા તરફ પ્રયાણ કરી ગયું..
ભારતીય જનતાને ગૌરવ અપાવી ગયું,
પોતાનું નામ દુનિયા સામે ઊંચું કરી ગયું..
આજે ભારતભૂમિનું ગૌરવ વધી ગયું,
મિશન ચંદ્રયાન ચંદ્ર ભૂમિ સર કરી ગયું..
By Payal Prajapati

Comments