જઈ બેઠો
By Vishvas Desai
હકીકતની આ મહેફિલથી ડરીને દૂર જઈ બેઠો,
મનગમતી કલ્પનાઓના ખોળામાં હું જઈ બેઠો.
ફકત એકાંત ફાવ્યું છે મને આ પ્રકાશિત પરિસરમાં,
જરા અજવાળું આવ્યું તો હું અંધારામાં જઈ બેઠો.
હૃદયને સમજાવવાની એ મથામણ ખૂબ નિષ્ફળ ગઈ,
ન આવ્યું આંખમાં આંસુ તો મદિરાલયમાં જઈ બેઠો.
પુરાવા મેં ન આપ્યા આ જગતને મારા હોવાના,
મુખેથી મૌન ધારી લઈ હું શબ્દાલયમાં જઈ બેઠો.
By Vishvas Desai

Comments