ચાંદની ની ચિટ્ટી
- Hashtag Kalakar
- Nov 25, 2025
- 1 min read
By Kavya Mehulkumar Mehta
ચાંદની એ લખી ચિટ્ટી આજે,
પોતાનો પ્રેમ કર્યો ઈકરાર .
લખ્યું એને કે એ આપે પોતાનો ઉજાસ,
બધાં જ એના પ્રેમિયો ને.
એ ચિટ્ટી પહોંચી સાગર સુધી,
જે વર્ષો થી કરતો એની રાહ.
મળી જયારે એને એ ચિટ્ટી,
પળ્યા આંખોમાંથી આંસુ —
જેને દુનિયાએ કહ્યું સુનામી.
પછી એ ચિટ્ટી ગઈ આકાશમાં,
અને પહોંચી તારાઓ સુધી.
ખુશીથી છલકાયાં તારલાં,
પૂર્ણ કરી એમણે બધાની કામના .
ચાંદનીની એ ચિટ્ટીઓ બની —
એક માટે વિનાશ,
અને બીજા માટે આશીર્વાદ.
By Kavya Mehulkumar Mehta

What a great description that any situation or thing has always two very different perspectives
Wow
She slays in every language