ગુજરાતના અનેક નામ..
Updated: Jul 12, 2025
By Payal Prajapati
કોઈ કહે ગુર્જર, કોઈ કહેતું આનર્ત, ને કોઈ કહેતું લાટ....
ગુજરાતમાં અનેક વિવિધતા....
લોકોના તહેવાર અલગ, ને લોકોના વહેવાર અલગ.....
ગુજરાતમાં લાગણીની પરિભાષા અલગ....
કાઠીયાવાડમાં માયાળુ લોકો, સૌરાષ્ટ્રના સુરીલા લોકો...
ગુજરાતમાં અનેક બોલી...
કચ્છી બોલી ને, સુરતી બોલી,
રૂડી કાઠિયાવાડી બોલીની તો વાત જ નિરાલી
ગુજરાતમાં અનેક લોકમેળા....
ભવનાથનો મેળો, તરણેતરનો મેળો....
ગુજરાતમાં અનેક વિવિધતા....
આ છે, મનમોજીલું ગુજરાત,
મનમોજીલું ગુજરાત.
By Payal Prajapati

Comments