Sansaar Ni Chhaya
By Dushyanth Goswamy
નથી રે મુકાતી આ માયા. મને લાગી સંસારની છાયા.
પ્રભુ મને તું જ શોધી લે જે.
હરી મને તું જ ખોળી લે જે.
પ્રભુ મને તું જ શોધી લે જે.
વાલા મને તું જ ગોતી લે જે.
નથી રે મુકાતી આ માયા. મને લાગી સંસારની છાયા.
અવસર જેવું જીવન મળ્યું એને રોળ્યું.
આ ઝંખનાના મૃગજળનું મેં વિષ ઘોળ્યું.
અવસર તું અજવાળી દે જે.
પ્રભુ મને તું જ શોધી લે જે.
હરી મને તું જ ખોળી લે જે.
વાલા મને તું જ ગોતી લે જે.
નથી રે મુકાતી આ માયા. મને લાગી સંસારની છાયા.
By Dushyanth Goswamy

Comments