"Premni Vafadari"
- Hashtag Kalakar
- May 3, 2023
- 2 min read
Updated: Aug 2
By Jasmina Shah
જેને સાચા દિલથી, હ્રદયના ઉંડાણથી ખૂબજ પ્રેમ કર્યો હોય તેના તરફથી સ્વાભાવિકપણે જ વફાદારીની અપેક્ષા રખાઇ જાય છે...!!
નિરવ ખૂબજ પ્રેમ કરતો હતો કશીશને. કશીશનું પણ એવું જ હતું, તે પણ નિરવને દિલોજાનથી બેપનાહ મહોબ્બત કરતી હતી. બંને એકબીજાની સાથે લગ્ન કરી એકબીજાનામાં ભળી એક થઈ જવા માંગતાં હતાં પણ અચાનક નિરવને જોબ માટે બહારગામ જવાનું થયું....અને તે કશીશને છોડી, શહેર છોડીને ચાલ્યો ગયો. શરૂ શરૂમાં તે રેગ્યુલર કશીશને ફોન કરતો રહેતો પણ ધીમે ધીમે બધું બંધ થઈ ગયું હતું. તે કશીશના ફોનનો રીપ્લાય પણ આપતો નહિ. પણ કશીશ...કશીશને ખબર હતી કે એક દિવસ ચોક્કસ મારો નિરવ અચાનક આવી ચઢશે અને તે દિવસ-રાત નિરવના આવવાની રાહ જોતી બેઠી રહી...
એક દિવસ નિરવ આવ્યો પણ ખરો પરંતુ તેનો જવાબ સાંભળીને કશીશ ચોંકી ઊઠી....નિરવે તેને કહ્યું કે, " કશીશ હું મજબૂર છું અને તારી સાથે મેરેજ નહિ કરી શકું અને આજ પછી તું મને ફોન પણ કરતી નહીં..! "
કશીશના માન્યામાં ન આવે તેવી આ વાત હતી...!! તેને તો શું કરવું કંઇજ સમજાતું ન હતું...!! કાયમ માટે જે નિરવ વફાદારીના દાખલા આપ્યા કરતો હતો તે આમ અચાનક બેવફા કેમ થઈ રહ્યો હતો....?? તે પ્રશ્ન કશીશને હજી પણ મુંઝવી રહ્યો હતો...!!
ઘણો બધો સમય પસાર થઈ ચૂક્યો હતો... પણ.... કશીશને પોતાના પ્રેમ ઉપર ખૂબ વિશ્વાસ હતો...!! અને તે હજી પણ નિરવના પાછા આવવાની રાહ જોઈ રહી હતી.
અને પછી તેણે... એક દિવસ થાકીને ઘણીબધી રાહ જોયા બાદ... કશીશે નિરવને ફોન કર્યો તો ખબર પડી કે... તેને કેન્સર થયું હતું... અને તે તેના જીવનના છેલ્લા શ્વાસ ગણી રહ્યો હતો.... કશીશ ખૂબજ રડી પડી તેને નિરવની વફા ઉપર શંકા કરવા બદલ ખૂબજ પસ્તાવો થયો અને પોતે તેની સાથે રહી તેની સેવા ન કરી શકી તે બદલ ખૂબજ અફસોસ પણ થયો.... બંનેને એકબીજા માટે જે પ્રેમ હતો તે અકબંધ રહ્યો અને બંનેના પ્રેમની વફાદારી હજીપણ બંનેના હ્રદયમાં જીવંત રહી....💕
By Jasmina Shah

Comments