A Silent Love Of Life
top of page

A Silent Love Of Life

By Bhoomi Shah


" સપનાંને આકાશે આજે આ મન ખબર નથી શું ગોથા ખાય રહ્યું છે. જાણ છે મને કે એ શક્ય નથી પણ એકવાર.. એકવાર એ સાચું ના થઇ શકે?!.. અને... "

" ધરા... સપનાં જોઇ રહી હોય તો નીચે આવ.. તારા પપ્પા આવી ગયાં છે. " નીચેથી કોઇ સ્ત્રીનો અવાજ આવ્યો અને એક છોકરીનું ધ્યાન તેનાં દ્વારા લખાય રહેલી એક નાની પણ અતિશય આકર્ષણ ડાયરીમાંથી બહાર આવ્યું. દેખાવે એ છોકરી સાવ સીધી- સાદી અને ભોળી હતી. તેની મોટી મોટી અને સપનાંઓ - આશાઓથી ઝળકી રહેલી આંખો તેનાં આકર્ષકનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું હતું. આછા ગુલાબી હોઠોં અનાયાસે જ મુસ્કાન વિખેરતા હોય અને પોતાની અંદર મનની અઢળક વાતો ભરતાં હોય તેમ ભાસી રહ્યું હતું. ઘવવર્ણી ચહેરાથી સહેજ નજર ખસે તો તેની સુડોળ ગરદન પર કાનની સહેજ નીચે એક આકૃતિ છપાયેલી હતી. નથી ખબર કે શું અર્થ કરતું હશે પણ એ છોકરીનાં મનને જાણે એ નાની આકૃતિ પણ અઢળક ઉમંગ આપી જતી હોય તેમ ભાસી રહ્યું હતું. લચીલુ શરીર અને ઉપરથી સંસ્કારોનો ઢગલો તે છોકરીને બીજાથી અલગ તારી લાવતું હતું. " હા મમ્મી આવી... " એ છોકરીએ થોડું ઉતાવળમાં બૂમ પાડી અને પોતાની એ નાની ડાયરી બંધ કરી તેને એક ખૂણામાં મુકી તે ખુરસીનેં સહેજ પાછી ધકેલી ત્યાંથી ચાલી ગઇ.

"આવ બેટાં. મારી સાથે જમવા બેસ..." ધરાનાં પિતાએ ધીમેંથી અને પ્રેમથી પોતાની પાસે તેને બેસાડી. થોડી વાતચીત પછી તેમણે કહ્યું " કાલે આદર્શ આવે છે. મળી લેજે" ધરાનો ચહેરે અશાંતિ અને અજંપો છવાય ગયો. એક નામ " આદર્શ" સાંભળતાની સાથે જ તેનાં ચહેરાની ચમક જાણે ઓછી થઇ ગઇ હોય એમ ભાસી રહ્યો હતો. તેણે હકારમાં માથું ધુણાવ્યુ અને ત્યાંથી પોતાનાં રૂમ તરફ વધી ગઇ. " તમેં આ શું કરો છો!.. આ કરવું જરૂરી છે?" ધરાની મમ્મીએ કશુંક કહેવાની કોશિશ કરી પણ પતિ તરફથી મળેલા ઇશારાને લીધે તે ચુપ થઈ ગયાં. બીજી તરફ ધરા પોતાના રૂમની એક અડધી ખુલેલી બારીથી આકાશ તરફ મીત માંડીને કશુંક વિચારી રહી હતી. આકાશમાં આજે ઘણાં તારલા હતાં, ઓક્ટોબરનો સમય હતો એટલે થોડી ઠંડક હવામાં પ્રસરેલી હતી અને પૂનમનો ચાંદ આજે જરાંક વધારે જ ઝગમગી ધરાનેં ખુશ કરવાની મથામણ કરતો હોય તેમ ભાસી રહ્યું હતું. પણ આ દરેક વસ્તુથી બેખબર ધરા પોતાના વિચારોમાં જ ડૂબેલી હતી. એક ઠંડો શ્વાસ તેણે ભર્યો અને નિરાશાની આહહ સાથે તેને આખી વાત ફરીથી યાદ આવી ગઇ.

વાત એ વર્ષનાં માર્ચ મહિનાથી શરૂ થઇ હતી. પરીક્ષાનો સમય હતો અને ગ્રેજ્યુએશનનાં બીજા વર્ષની એ વાર્ષિક પરિક્ષા હતી. ચિંતા અને બીકને કારણે તે આગાવ કેટલાય દિવસથી પોતાની ઊંઘ પૂરી નહતી કરી શકી. જેને કારણે આજે તે પરિક્ષા માટે પહેલેથી જ મોડી પડી ગઇ હતી. હાંફતાં-ભાગતાં તે પોતાનાં કોલેજનાં મુખ્ય ગેટ સુધી પહોંચી ગઇ પણ ચપરાસીને મળેલા આદેશ પ્રમાણે મોડું થતાં વિદ્યાર્થીઓને પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી હતી. ધરા ઘણા પ્રયત્ન પછી પણ નાકામ રહી. ધરાના જીવનમાં ભણતર અને કાંઇક બનવાની આશ સિવાય કશું જ નહતું. અને આજે તે એક ડગલું તેના સપનાઓ તરફ ભરતાં ચુકી ગઇ હતી. ચિંતા અને સંતાપ માથે ચડ્યો હતો. હારેલી અને ઉદાસ બનેલી ધરા માથું નીચું કરી કૉલેજના એ મુખ્ય ગેટની ડાબી તરફ આવેલા એક બાંકડે બેસી ગઇ. તેની પાસે હવે કોઈ આશ બાકી નહતી પ્રયત્ન કરવાની. હાથ-પગ ઠંડા પડી ગયાં અને તે બસ સ્તબ્ધ બની જમીનને તાકતી રહી. "If you can't fight fou yourself then no one will ever fight for you " એક ધીમો અને ભારી અવાજ ધરાનાં કાનમાં પડ્યો અને તેનો ચહેરો જરાં ઉપર થયો. આંસુઓથી ભરેલી આંખોથી આછી નજરે ધરાએ એક ચહેરો જોયો. દેખાવે એ છોકરો ધરાની ઉંમરનો હતો. ચહેરે અપાર શાંતિ છતાં આંખોમાં ઊંડાણ અને અવાજમાં રોબ ઝળકી રહેતો. રૂઆબદાર શરીર અને મજબૂત કદ-કાઠી તેને વધારે આકર્ષક બનાવી રહી હતી. તેને જોતાં જ જાણે મન-મગજ બે ઘડી માટે સ્તબ્ધ થઈ જાય એટલો આકર્ષક કહી શકાય. "હું તમને ઓળખું છું?" ધરાએ પુછ્યું. " એ મહત્વનો પ્રશ્ન નથી. મહત્વ એ વાતનું છે કે ભૂલથી તમેં કેટલી જલદી કશું શીખી શકો. " એ છોકરાએ ભારે અવાજમાં જવાબ આપ્યો. " I'm not interested in any conversations " ધરાએ ફરીથી નિરસ અવામાં નીચું માથું કરતાં કહ્યું. " then do something interesting " એ છોકરાએ જવાબ આપ્યો અને એક શૈતાની મુસ્કાન સાથે પોતાના હાથ તેનાં પેંટનાં ખીસ્સામાં ભરી દીધા. ધરા કશું સમજી ના શકી. તે કશું કરતી એ પહેલા ચપરાસી ધરા પાસે દોડતો દોડતો આવી પહોંચ્યો "પ્રીન્સીપેલે તને પરીક્ષામાં બેસવાની પરવાનગી આપી છે. પણ શર્ત એ છે કે તારે પરીક્ષાના નિર્ધારીત સમયમાં એટલે કે પેપર પૂરું થતાં સુધીનો જ સમય મળશે. તેં જે અડધો કલાક ગુમાવ્યો છે તે પાછો નહિ મળે. તું આટલા સમયમાં તારી પરીક્ષા પૂરી કરી શકતી હોય તો તું પરીક્ષામાં બેસી શકે છે. " ધરાને કશું સમજાય નહતું રહ્યું. પણ અચાનક તેને એક નાનકડી આશ મળી હતી. તેને ફક્ત પરીક્ષામાં બેસી શકે છે એટલું જ કાનમાં ભમી રહ્યું અને તેણે એકપણ ક્ષણ ગુમાવ્યા વગર ત્યાંથી દોટ મુકી પોતાના વર્ગમાં પહોંચી ગઇ. પાછળ ઉભેલો એ છોકરો કાંઇક મંદ મંદ મુસ્કાય રહ્યો હતો. ધરાનાં ગયાં પછી એ ચપરાસી પણ એ છોકરા તરફ રહસ્યમય સ્મિત આપી ત્યાંથી ચાલ્યો ગયો. સમય પૂરો થયો અને ધરા બહાર આવી એ પહેલા એ છોકરો ત્યાંથી ચાલ્યો ગયો હતો જેથી ધરા તેનેં મળી ના શકી પણ તેના મનમાં એ છોકરો કાંઇક પ્રશ્ન મુકી ગયો હતો. પણ ધરાએ એ વાત પર વધારે ધ્યાન ના આપ્યું અને ત્યાંથી ખુશી ખુશી ચાલી ગઇ. આ વાત વિત્યે ઘણો સમય થઇ ગયો હતો અને ધરાના મન-મગજ પરથી પણ એ વાત ઉતરી ગઇ હતી. પણ તેની નાનકડી ડાયરી જે તેની પાસે હંમેશા રાખતી તેમાં તેનાં નિશાન અનાયાસે જ આવી ગયાં હતાં.

થોડાં સમય પછી તે બજારમાં એકલી ભટકી ના જાણે કોઈ વસ્તુ શોધી રહી હતી ત્યાં અચાનક જ રસ્તો પાર કરતાં ધ્યાનનાં અભાવને કારણે તે અચાનક એક કાર સાથે અથડાવા જઈ રહી હતી. કારની ઝડપને કારણે રોક લગાવતા પણ તે ધરાને અથડાયા વગર રહશે નહી એ વાત કાર ચાલકને ખબર પડી ગઇ હતી. ધરા ભાન વગર ત્યાંથી બસ ચાલી જ જતી હતી પણ અચાનક તેનો હાથ પાછળ ખેંચાયો અને તે રોડની બીજી તરફ ભટકાય પડી. કાર ત્યાંથી ઝડપથી નીકળી ગઇ. ધરાનું માથું પટકાવાને કારણે તે ચકરાતી નજરે આમતેંમ જોવા લાગી. "તમેં?!.." આશ્ચર્યથી તેણે કહ્યું. હા. એ જ છોકરો હતો જે થોડાં સમય પહેલા ધરાને હિંમત આપી રહ્યો હતો. એ છોકરો કશું બોલ્યા વગર ત્યાંથી ચાલવા લાગ્યો એટલે ધરાએ તેને રોકતાં અનાયાસે તેનો હાથ પકડી કહેવા લાગી " શું થયું?.. મને ઓળખી નહીં કે આજે જ્ઞાન આપવા કશું નથી!" એ છોકરો ધરાની વાત પર થંભી ગયો, તેની નજર પહેલા ધરાએ પકડેલા પોતાનાં હાથ પર અને પછી ધરાની આંખો તરફ ફરી વળી. પહેલા હાથ છોડાવ્યો અને પછી ધરાના અંદાજમાં કહ્યું " શું થયું!.. તારી પાસે મુસીબતોમાં પડવાનો ફાલતું સમય છે કે મુશ્કેલીઓને આકર્ષવાની કળા!" ધરાને આટલો ખરાબ વ્યવહારની આશા નહતી. તે ગુસ્સે ભરાવા લાગી અને ત્યાંથી ચાલી ગઇ. પણ જતાં જતાં તેની આંખો સહેજ નાની થઇ અને નાક જરાં ઊંચું ચડી ગયું અને તે મોં બનાવી ત્યાંથી ચાલી ગઇ. " ખરેખર બાળક! " એ છોકરો સહેજ સ્મિત સાથે ધીમેથી બબડ્યો. ધરા થોડી આગળ પહોંચી હશે ત્યાં એ અજાણ્યો છતાં ઘણો જાણીતો બનેલો છોકરો તેની પાછળ આવતા તેની નજરે ચડ્યો. "શું?!!" ધરાએ રોકાતા અને પાછળ વળતા પુછ્યું. " nothing " એ છોકરાએ હસીને મજાક ભર્યાં અવાજે કહ્યું. હવે ધરાનાં ગુસ્સાનો કોઈ પાર નહતો. તે ત્યાંથી જવા માંગતી હતી. બે ડગલાં આગળ વધે ત્યાં એ છોકરાએ પાછળ વળીને જતી ધરાનો હાથ પકડી કહ્યું " થંભી જા. " બે જ શબ્દો હતા પણ જે અવાજ અને ધીરજતાથી બોલાયા હતા જાણે બે ઘડી માટે આખી દુનિયા રોકાય જાય. ધરા આશ્ચર્યથી તેને જોતી રહી. એ છોકરાએ ચહેરે કોઇ ભાવ લાવ્યા વગર ખીસ્સામાંથી એક ચોકલેટ કાઢી ધરા તરફ લંબાવી. ધરાની નજર બસ એ છોકરા પર ટકેલી હતી. તેને એ ચોકલેટ પકડેલો હાથ દેખાય નહતો રહ્યો કે ના પોતાનો પકડાયેલો હાથ દેખાય રહ્યો હતો. એ છોકરો ધરાની થોડી નજીક આવી બોલ્યો " આમ ના જોયા કર, મારી સાથે બેફામ આખા જીવન માટે બંધાય જઇશ." શબ્દો થોડાં હતાં પણ ભાવાર્થ અને ઠહેરાવ અઢળક હતો. વધતાં જતાં ધબકારે ધરાનું ધ્યાન તુટ્યું અને તે સહેજ પાછળ થઇ. પણ ધરાનો હાથ જે છોકરાના હાથમાં જકડાય રહ્યો હતો તે ખેંચાયો અને સમીપ આવી એ છોકરાએ ધરાના કાનમાં ધીમાં અવાજે કહ્યું " તું મને પસંદ છે. " ધરાની પગ નીચેથી જમીન સરકી ગઇ. તેણે સપનેં પણ નહતું વિચાર્યું કે બે વખતની મુલાકાતમાં એ આવું સાંભળી લેશે. તેનાં મોંઢે શબ્દો નહતાં ઝરી રહ્યા. એ છોકરો જેણે પોતાના મનની વાત કહેતાં જરાંક પણ ખચકાટ નહતો કર્યો તે સહેજ પાછો ખસ્યો અને ધીરજતાથી ધરાનો હાથ છોડી દીધો. મુલાકાત બે જ હતી પણ સ્વભાવ કે વ્યવહારમાં એક છોકરી તરફનું માન-સન્માન ભરપૂર હતું. એ છોકરાએ જતાં જતાં એક કાર્ડ ધરાના હાથમાં થમાવ્યું અને ત્યાંથી ચાલ્યો ગયો. ધરાએ એ કાર્ડ તરફ નજર કરી " આકાશ ગાંધી " . ધરાની આંખો નામ વાંચી પહોળી થઇ ગઇ. એ છોકરો જે ધરાને અચાનક મળી ગયો અને અચાનક પોતાની વાત કહી ચાલ્યો ગયો તે ખ્યાતનામ બિઝનેસમેંન અનુપ ગાંધીનો દિકરો હતો. સુન્ન પડેલું ધરાનું મગજ કોઇ જવાબ આપી નહતું રહ્યું. આ વાત વિત્યે દિવસો અને દિવસોનાં અઠવાડિયા, એ અઠવાડિયાનાં મહિના ફેરવાતા ગયા પણ ધરાએ કોઇ જવાબ આકાશને આપ્યો નહિ. આકાશ પાસે એટલી શક્તિ હતી કે તે ધાર સુધી પહોંચી શકે પણ તેણે કોઇ કોશિશ કરી નહિ. ધરાની ડાયરીમાં એ કાર્ડ અને એ વાત ફરીથી કેદ થઇ રહી ગઇ.

પોતાનાં ભણતર અને સપનાઓ તરફ ધરા એટલી ઝડપથી ભાગી કે તેણે બધી વાતોને પાછળ મુકી દીધી. ત્રણ વર્ષ વીતી ચુક્યા હતા અને તેણે પોતાનું સપનું પૂરું કરી લીધું હતું. સમય હતો હવે એ સપનાને જીવવાનો. એ જ સમયે તેને એક મોટો ઓર્ડર આવ્યો. કોઇ નવી શરૂ થયેલી કંપની માટે ડ્રેસકોડ ડિઝાઇન કરવાનો. ધરા માટે આ એક મોટો અવસર હતો પોતાની આવડત બતાવવાનો. બીજે દિવસથી જ તેણે કામ શરૂ કરી દીધું. વાત થોડી આગળ ચાલી ત્યાં સુધી તે એ કંપનીના માલિકને નહતી મળી. અને આજે તે એ માલિકને મળવાની હતી. ધરા કંપનીમાં સમયસર પહોંચી ગઇ. થોડીવારમાં એ કંપનીનાં માલિક ત્યાં આવ્યા એટલે ધરાએ પાછળ વળીને જોયું. ત્યાં તેનો વિતેલો એ દિવસ યાદ આવ્યો. હા, તે કંપની આકાશની હતી. જે તેનાં ત્રણ વર્ષની મહેનત હતી. " આ..આકાશ ગાંધી!!" ધરાએ ધીમેથી અને ગભરાતા કહ્યું. આકાશે તે વાત જાણી-અજાણી કરી દીધી અને ધરા સાથે પોતાના કામની વાતોમાં પરોવાય ગયો. ધરા પણ કામને પહેલા સ્થાને મુકવામાં પાછી ના પડતી. એટલે તેણે પણ આમ તેમની બધી વાતો છોડી કામને મહત્વ આપ્યું. ધરા સમજી ચુકી હતી કે એ સમયે વળતો જવાબ ના આપવાને કારણે આ વ્યવહાર આકાશ પાસેથી આવી રહ્યો છે. ધરા પણ હવે વધારે વાત ખેંચવા નહતી માંગતી એટલે કામથી કામનો સંબંધ રાખવાનો નિર્ણય તેણે કરી લીધો.

પોતાનું કામ પતાવી જ્યારે તે ત્યાંથી નિકળવા લાગી તો આકાશે તેને રોકી દીધી. કેબિનમાં તેમને સાંભળવા કોઇ ના હોવાને કારણે આકાશ પોતાની વાત ખુલ્લા અવાજે કહી શકતો હતો. " કેંમ ધરા!.. કેંમ તેં જવાબ આપવો જરૂરી નહતો સમજ્યો?" આકાશે પુછ્યું. " ત્રણ વર્ષ વિતી ચુક્યા છે આકાશ. હવે એ વાત ફરીથી વાગોળવાનો કોઇ અર્થ નથી. " ધરાએ જમીન તરફ નજર રાખી ધીમાં અવાજે કહ્યું. આકાશ ચાહતો હતો કે ધરા આંખથી આંખ પરોવી વાત કરે, તેની તરફ નિર્ભયતાથી જોવે. એટલે તે ધરાની ઘણી નજીક સરકી તેનો ચહેરો પોતાની તરફ ઉંચો કરતાં બોલ્યો " વાત, હાલાત અને હું બધા જ હજું પણ એ સમયમાં જ ઊભા છે. એક ક્ષણ પણ આગળ નથી વધી શક્યા. મારા ધૈર્યની પરીક્ષા ના કરીશ ધરા." ધરા ગભરાત રહી હતી. તેનાં શ્વાસોશ્વાસ વધી ચુક્યા અને શબ્દો ફૂટી નહતા રહ્યા છતાં તેણે જવાબ આપતા કહ્યું " હું એક સામાન્ય છોકરી છું. મહેરબાની કરી મારી સાથે કોઇ રમત ના રમશો. આપણે બંને જાણીએ છીએ કે તમારા પાસે છોકરીઓની અછત નથી." ધરાનો જવાબ સાંભળતાની સાથે જ આકાશ તેનાથી દૂર ખસી ગયો. તેનું મન ગુસ્સામાં સળગી રહ્યું હતું છતાં તે ચુપચાપ નીચું માથું કરી ઊભો રહ્યો. આકાશનું પોતાનાથી દૂર થવાનો અવસર જોઈ ધરા એ રૂમમાંથી નિકળવા લાગી ત્યાં આકાશ ફરીથી બોલી ઉઠ્યો " સાચુ કહ્યું. અઢળક છોકરીઓ મળી શકે છે મને. પણ જે છોકરી મને જોઇએ છીએ તે પોતાને સામાન્ય માની બેઠી છે, તે એમ બોલી બેઠી છે કે હું તેને માત્ર રમત રમવા પૂરતી ચાહું છું." ધરા રોકાય ગઇ. આકાશે વધારતા કહ્યું " ક્યારેક મારાં વિશે જાણવાની કોશિશ કરજે ધરા શું ખબર તને મારા વિતેલા જીવનમાં માત્ર તું જ દેખાય આવે! અને જો તું પોતાને મારા જીવનમાં અનુભવે તો માત્ર એક અવસર, માત્ર એક સાંજ મને આપજે . ચિંતા ના કરીશ તારા શરીરની ચાહત નથી." અને આકાશ રૂમમાંથી ચાલ્યો ગયો. ધરા ત્યાં જ ઊભી વિચારોમાં ગોથા ખાવા લાગી. 'તારા શરીરની ચાહત નથી' આ શબ્દો ધરાનાં રોમ-રોમમાં ફરી વળ્યા. ધરાએ તેને એક સાંજ આપી દીધી. વાત થઇ, પહેચાન થઇ અને ના જાણે કેટ-કેટલા ક્ષણોની સાક્ષી એ સમયે પૂરાઈ. ધીમે ધીમે સમય અને દિવસો વિતવા લાગ્યા હતા અને ધરાના મનની સાથે સાથે તેની નાનાકડી ડાયરી પણ આકાશની વાતોથી ભરાવા લાગી. આકાશ ધરાનાં જીવનમાં વાવાઝોડાં માફક આવ્યો હતો અને સમયની સાથે શાંત નીર બની વસી ગયો. તે ધરાને હંમેશા પોતાનું આગવું વ્યક્તિત્વ રાખવા પ્રોત્સાહન આપ્યા કરતો. તે હંમેશા તેને કહેતો કે પોતાના માટે અવાજ ઉઠાવવો કે પોતાના માટે લડી શકવાની તાકાત હોવી જોઈએ. અને ધરા તેની વાતોને નાનમમાં નકારી કાઢતી.

ઘણા સમયથી સાથે હોવાને કારણે હવે ધરાને તેનાં ઘેર વાત કરવી હતી. આખરે એક સારો સમય જોઇ તેણે પોતાના પિતાને આકાશ વિષે બધી વાત કરી. ધરાના પિતાનાં ચહેરે કોઇ ભાવ બદલાયો નહિ. પણ તે બધી વાત સાંભળી ત્યાંથી ચાલ્યા ગયા. ધરા પોતાના પિતાની વ્યથા, એક છોકરીનાં બાપની વ્યથા સમજતી હતી. તેણે પણ વધારે દબાણ ના બનાવતા પોતાનાં પિતાનાં જવાબની રાહ જોઇ. લગભગ ત્રણ દિવસ પછી તેના પિતા ધરા પાસે આવી બોલ્યા " બેટાં, હું એ છોકરાને મળવા માંગું છું. " ધરાની ખુશીનો પાર નહતો રહ્યો. આ ત્રણ દિવસમાં તે આકાશને મળી નહતી. તેણે ફટાફટ આકાશે ફોન કર્યો. પણ જવાબ ના મળવા પર તેણે એક મેસેજ છોડી તેને વાત જણાવી દીધી. પણ છતાં તેનો કોઇ જવાબ ના આવ્યો. ધરાએ તેને મળવા શોધ કરી તો તે ક્યાંય જળ્યો જ નહિ. ના જાણે આકાશ ધરતીનાં કયા ખુણે છૂપાય રહ્યો હતો. ધરાએ ધિરજ બાંધતા થોડો સમય રાહ જોવી સાચી લાગી. કલાકો દિવસોમાં બદલાય ગયાં પણ આકાશના કોઇ સમાચાર ના મળ્યા. ધરાએ આ દિવસોમાં પોતાની બધી તાકાત લગાવી તેને શોધવાની કોશિશ કરી લીધી હતી પણ છતાં નાકામ રહી. ધરાનાં મનમાં અઢળક વિચારો આવી જરૂર રહ્યાં હતાં પણ તેનો આકાશ પરથી વિશ્વાસ જરાંક પણ ડગમગ્યો નહતો. ધરાના પિતા હવે વધારે રાહ નહિ જોવે અને ધરાની સાથે રમત રમાય રહી છે એમ કહેતાં- સમજાવતાં થાક્યા નહતાં. આ સમય દરમ્યાન તેમણે ધરાને આકાશનાં વિચારોમાંથી બહાર કાઢવા તેનું લગ્ન ઈચ્છા વિરુધ્ધ બીજા છોકરા સાથે નક્કી કરી દીધું અને નામ હતું "આદર્શ". હા, વાત ગોળ ફરીને હવે પોતાની શરૂઆત સુધી પહોંચી રહી. ધરાએ દરેક પ્રયત્ન કરી લીધા હતા પોતાના પિતાને સમજાવવા પણ તે સમજવા તૈયાર જ નહતાં.

આંખોમાંથી આંસુ ઝરવા લાગ્યા અને બારીનો ખૂણો દિવાલે અથડાવાથી એક જોરથી અવાજ આવ્યો અને ધરાનું ધ્યાન તુટ્યું. તેની યાદોમાંથી બહાર આવતાં તેને એ જ કાળી રાત ફરીથી દેખાય ગઇ. એક ઊંડો શ્વાસ ભરી પોતાનાં આંસુ લૂછી ધરા ઓરડીની અંદર આવી ગઇ. "વર્ષ પછી વર્ષ વિતવા લાગ્યા છે આકાશ.. ક્યાં છે તું?!.. મને તારી જરૂર..." ધરા લખતાં લખતાં રોકાય ગઇ અને ડાયરીનાં પાનાને બંધ કરી નિંદર ઓઢી રાત કાપી ગઇ. આદર્શ સારો છોકરો હતો પણ ધરાનાં મનમાં પહેલેથી કોઇ બીજું હોવાને કારણે તે આદર્શને કોઇપણ સંજોગમાં અપનાવી નહતી શકતી. આ વાત તેણે આદર્શને પણ જણાવી હતી છતાં આદર્શ તેની સાથે લગ્ન કરવા તૈયાર હતો. વાત લગ્ન મંડપ સુધી પહોંચી ગઇ. જોતજોતામાં લગ્ન ગીતો કાનમાં સંભળાવા લાગ્યા હતાં. પણ ધરાના મનમાં હજું આકાશનો જ અવાજ ગૂંજી રહ્યો હતો. મંડપ શણગાર સાથે પ્રસરેલો હતો, આદર્શ ધરાની રાહમાં મંડપ સુધી પહોંચી ગયો હતો. અને ધરાને પહોંચવામાં આંગળીનાં ટેરવે ગણી શકાય એમ ક્ષણો બાકી હતી.

" મેડમ તમારી કાર તૈયાર છે. " ડ્રાઇવર બોલ્યો અને એક ખુબ જ સુંદર મહિલાનું ધ્યાન તુટ્યું. રૂઆબદાર અવાજમાં તેણે હકારમાં જવાબ આપ્યો અને આત્મવિશ્વાસ સાથે ઉભી થઇ ચાલી ગઇ. એ મહિલા જે દેશની સર્વશ્રેષ્ઠ ફેશન ડિઝાઇનરમાંથી એક હતી. જેની પાસે કરોડોની સંપત્તિ અને આરામનું જીવન હતું. હજારો લોકો તેનાં એક ઈશારા પર કામ કરતાં હતાં અને રોજેરોજ તે સફળતાની સીઢી ચડતી જતી હતી. પોતાના સન્માન સમારોહમાં તેને બે શબ્દો કહેવા આગ્રહ કરવામાં આવ્યો ત્યાં એ મહિલાએ કહેવાનું શરૂ કર્યું " દિકરી, એટલે એક એવો શબ્દ જ્યાંથી વિપુલ પ્રમાણમાં લાગણીઓ વેરાય આવે. અને એક એવું મન જે નાનાં- કુંમળા સપનાઓ અને ઈચ્છાઓથી હંમેશા ભરાતું રહ્યું હોય. તેને જોઇએ તો માત્ર પરિવારનો સાથ અને ઉડવા માટે આકાશ... જ્યાં તે પોતાની હિંમતરૂપી પાંખો ફેલાવી ઉડી શકે. મારી વાત કરું તો મને એ આકાશ મળ્યું હતું અને છીનવાય પણ ગયું હતું એટલે અભિમાન નથી પોતાની સફળતા પર. પણ એકવાત જે મેં મારા વિતેલા જીવનથી સમજી છે એ પોતાના પર વિશ્વાસ અને પોતાની જાત માટે લડવાની તાકાત. " શબ્દો જાણીતા હતાં. આકાશ તરફ મીત માંડી એક સુંદર મુસ્કાન આપી તે મહિલા પોતાની જગ્યા પર બેસી ગઇ. હજારોની ભીડ વચ્ચે એક બૂમ આવી " ધરા.. " અને એ મહિલાએ પાછળ વળી જોયું કોઇ દેખાયું નહિ તેનાં હાથમાં એક ચબરખી પકડાવી એક ક્ષણમાં જ માણસ ગાયબ થઇ ગયું. એ મહિલાએ ચીઠ્ઠી ખોલી વાંચવાનું શરૂં કર્યું " તું મનેં પસંદ છે... હંમેશાથી. " અને આંસું આંખમાંથી ઝરી પડ્યો. એ મહિલા બીજું કોઇ નહીં ધરા. દુઃખમાં પણ એક નાનીં અને હતાશા છતાં ઘણી આશા સંઘરી તેણે મુસ્કાન આપી એ ચીઠ્ઠીને પોતાની પાસે સાચવી મુકી દીધી.

તેનાં જીવનની એ સુંદર ડાયરીમાં એક છેલ્લું પાનું બાકી હતું. ધરાએ રાતની કાળાશ અને પોતાનાં આંસુઓ સાથે લખવાનું શરૂ કર્યું " કાશ આકાશ.... કાશ તું મારી સમીપ હોત. તારી ધરાએ તારાં બધા સપનાં પૂરાં કરી દીધાં છે. હું આજે એ જગ્યા આવી ઉભી છું જ્યાં પહોંચવાનાં સપનાં આપણે જોયાં હતાં. દુઃખ નથી બસ તારી કમી આજે પણ થોડી મહેસુસ થાય છે. વાત અધૂરી છતાં પણ પૂર્ણ થાય છે અને હવે ક્ષિતીજ સુધી પહોંચવાની રાહ જોવાય છે જ્યાં ધરા અને આકાશ એક થઈ શકે. આ ડાયરી આજે બંધ થયાં પછી ક્યારેય નહિ ખુલે એટલે કહેવા માંગું છું કે મારું જીવન ક્ષિતીજ બની હંમેશા અનંત રહેશે બસ તું થોડું નીચું આવી મને સ્પર્શી લેજે અને પોતાનામાં સમાવી લેજે. તારી સાથે મુલાકાત હવે એ જ જગ્યાં થશે. હું હંમેશા રાહ જોઇશ તને મળવાની." અને ધીમેથી એ ડાયરીમાં એ ચીઠ્ઠી દબાવતાં ડાયરી બંધ થઇ ગઇ. અને વાત અધૂરી છતાં પણ પૂર્ણ થઇ ધરાને નવી આશાઓ, હિંમત અને સપનાઓ સાથે આગળ વધારી ગઇ અને ધરા પ્રેમમાં ડૂબી આકાશ તરી ગઇ.

ના જાણે આકાશ ક્યાં હતો પણ તે હંમેશા ધરાની સાથે જ હતો તેની હિંમત બની તેની આસપાસ ભમતો હતો. અને ધરા... ધરા પોતાનાં પથ પર ચાલતા ચાલતા પણ આકાશનું આકર્ષણ બની ગઇ હતી.



English Translation:


The silent love of life



" In the sky of dreams, don't know where this mind is diving today. I know it's not possible but once… just once… Can't it be true?! and... "

"Dhara... come down if you are done dreaming! Your father has come." A woman's voice came from downstairs and a girl's attention snapped out of a small, but very attractive diary she was writing.


The girl was very simple and naive in appearance. Her large and dreamy eyes were the main focus of her charm. The light pink lips seemed to be smiling spontaneously and filled with deep thoughts. Glancing slightly from the brown face, there was a figure imprinted on her lean curved neck just below her ear. Don't know what that would mean, but it seemed that, to the girl’s mind, even that small figure was giving a lot of joy. A flexible body and heaps of rites on top made that girl stand out from the rest.


"Yes mom! coming ..." The girl shouted a little hastily and closed her little diary, put it in a corner, pushed her chair back a little and walked away.

"Come dear. Have dinner with me..." Dhara's father gently and lovingly made her sit next to him. After some conversation he said " Adarsh ​​is coming tomorrow. Meet him." Dhara's face was filled with the unrest and confusion. As soon as she heard the name "Adarsh", her face seemed to lose its glow. She nodded and moved towards her room from there.


"What are you doing! Is this necessary?" Dhara's mom tried to say something but got silenced by the hint from her husband. On the other hand, Dhara was looking at the sky from a half-opened window of her room and thinking about something. It was October so there was a slight chill in the air. There were many stars in the sky today and the full moon seemed to shine a little brighter today as if it was trying to please someone. But unaware of all this, Dhara was absorbed in her own thoughts. She took a cold breath and remembered the whole thing again with a sigh of despair.

The matter started from the March of that year. It was exam time and the annual exam of the second year of graduation were going on. Due to anxiety and fear, she could not get enough sleep for several days. Because of which she was already late for the exam today. Panting and running, she reached the main gate of her college, but as per the order received by the peon, late students were barred from entering. Even after many attempts, Dhara remained unsuccessful in convincing. There was nothing more important in Dhara's life except education and the hope of becoming something. And today she was on the verge of missing a step towards her dreams. Worry and anxiety came over her. Defeated and dejected, Dhara bowed her head and sat on a bench to the left of the main gate of the college. She had no hope left to try. Her hands and feet went cold and she just stared at the ground in a daze.

"If you can't fight for yourself then no one will ever fight for you ". A low and heavy voice reached Dhara's ears and her face turned up. Dhara saw a face with her tear-filled eyes. The boy appeared to be of Dhara's age. Despite the immense calmness on his face, the depth in the eyes and panache in the voice shined. The shapely body and strong frame were making him more attractive. He can be said to be so attractive that anyone’s mind and brain can get stunned for hours just by looking at him.


"Do I know you?" Dhara asked. "That doesn’t matter right now. What matters now is how quickly you can learn from your mistakes." The boy replied in a loud voice.

"I'm not interested in any conversations", said Dhara again in a dull voice lowering her head.

"Then do something interesting" The boy replied and stuffed his hands into his pants pockets with a devilish grin. Dhara could not understand anything. Before she could respond, the peon came running to Dhara “The principal has given you permission to appear for the exam. But the condition is that you will only get to write till the allotted time of the exam. You will not get back the half an hour you have lost. If you can complete your exam in this time, then you can appear in the exam." Dhara could not understand anything. But suddenly she got a small hope. It was buzzing in her ears that she can write the exam. Without wasting a single second, she ran from there and reached her class. The boy standing behind was smiling faintly. After Dhara left, the peon also left with mysteriously smiling towards the boy. The boy was gone when Dhara came out. So, Dhara could not find him but that boy had left some questions in her mind. But Dhara did not pay much attention to that and happily went on from there.


It had been quite some time since this matter had passed and the matter had left Dhara's mind as well. But, the traces of it were found involuntarily in her small diary which she kept with her all the time.


After few days, she was wandering alone in the market, looking for something when suddenly she was about to get hit by a car due to lack of attention while crossing the road. Because of the speed of the car, the driver knew that even if he stopped, it would not stop without hitting the pole. She was unconsciously going when suddenly her hand was pulled back and she strayed to the other side of the road. The car sped away from there. Her head was hit and she started looking around with dizzy eyes. "You?!" she said in surprise. Yes… It was the same boy who had been encouraging Dhara not long ago. The boy started walking away without saying anything, so she stopped him, held his hand casually and said " What happened?... Did you not recognize me or there is nothing to enlighten today?" The boy paused at her words, his gaze returning first to his hand in Dhara's grasp and then to her eyes. Releasing his hand, he said imitating her style " What happened! Do you have plenty of time to get into trouble or there is some art of attracting trouble!”. Dhara had not expected such a bad treatment. She got angry and walked away. As she went, her eyes narrowed a little, turning nose up a little she walked away making a grumpy face. "A child indeed!" The boy murmured softly with a slight smile. When Dhara had reached a little further, an unknown but very well-known boy came after her and caught her eye. "What?!!", she asked while stopping and turning back. "Nothing", said the boy in a joking voice. Now Dhara's anger knew no bounds. She wanted to leave. Just when she took two steps forward, the boy grabbed her hand, and turned her back. "Hey stop!". Words were only two, but they were spoken with a patient and calm tone, as if the whole world stopped for two moments. Dhara looked at him in surprise. The boy took out a chocolate from his pocket without showing any emotion on his face and extended it towards her. Dhara's eyes were fixed on him. Neither she could see the hand holding the chocolate nor her own hand. The boy came a little closer to her and spoke "Don't look at me like that, you will be bound to me forever." The words were few but the sentiment and determination were great. With increase in heartbeat, Dhara's attention was distracted and she stepped back slightly. But her hand, which was being tightened in the boy's hand was pulled and coming closer, the boy softly said in her ear "I like you." The ground slipped under Dhara's feet. She never dreamed that she would hear such a thing in just two meetings. She was speechless. The boy, who didn't hesitate to speak his mind, backed away slightly and patiently let go off her hand. The visits were only two but there was a lot of respect towards a girl in his nature or practice. He left a card in Dhara's hand and left. She looked at the card which had a name, "Akash Gandhi”. Dhara's eyes widened in astonishment after reading the name. The boy whom she met, who had just left with his words, was the son of the famous businessman Anup Gandhi. Her brain stopped working for a while. She couldn’t decide what to do.


After this, days and weeks and months get passed, but Dhara did not give any answer to Akash. Akash had enough strength to reach the edge, but he made no attempt. That card and that matter were again recorded in Dhara's diary.

Dhara ran so fast behind her dreams that she left everything behind. Three years had passed and she had achieved her dream of becoming a dress designer. The time was now to live that dream. At the same time, she got a big order. Designing a dress code for a start-up company. This was a great opportunity for Dhara to show her skills. She started working on it from the next day itself. She did not meet the owner of that company until the matter went on a bit further. And today she was to meet that owner. Dhara reached the company on time. She was sitting in the meeting room while waiting for the Boss. In few minutes, the owner of that company came there, so Dhara looked back and the memories the day she had spent there revived in her mind. Yes, that company belonged to Akash. Which was result of three years of his hard work. "A... Akash Gandhi!!" Dhara said slowly and nervously. Akash ignored that and got busy talking about his work with Dhara. Dhara also did not fall back on putting work first. So, she left all her thoughts and gave importance to the work. She understood that this behavior was coming from Akash due to no response at that time. Dhara also did not wanted to drag the matter further, so she decided to keep the, work to work relationship.


After finishing her work, when she started to leave Akash stopped her. As there was no one in the cabin to hear him, Akash could speak out loud. " Why Dhara?... Why didn't you feel the need to answer?" Akash asked. "Three years have passed Akash. There's no point in bringing it up again." Dhara said in a low voice, keeping her eyes on the ground. Akash wanted Dhara to talk to him eye to eye, look at him fearlessly. So, he came very close to Dhara and raised her face towards his eyes and spoke " Matter, condition and I Myself, all are still standing in that time Dhara. I haven’t moved forward even for a moment. Don't test my patience." Dhara was panicking. Even though her breath became heavy and the words were not coming out, she answered, " I am a normal girl. Please don't play any games with me. We both know, you have no shortage of girls.”


As soon as Akash heard Dhara's reply, he moved away from her. Although his mind was burning with anger, he stood silently with his head down. Seeing an opportunity to get away from him, Dhara started to leave the room, but he spoke again " Exactly! I can find many girls. But the girl I want, is considering herself normal. She's saying that my love for her is a game." Dhara stopped. Akash added " Try to know about me once, you will see only yourself in my past life! And, if you find yourself in my life, try to give me a chance, just one evening. Don't worry! The love is not for your body." Akash left the room with this. Dhara was standing there thinking. ‘The love is not for your body ' these words echoed in her mind. Dhara decided to give him one evening. They talked, got to know each other and countless moments were witnessed at that time. Slowly, days began to pass and Dhara's mind as well as her small diary also began to be filled with the stories of Akash. He came into her life like a storm and with time settled down to calmness. He always encouraged Dhara to keep her unique personality. He told her that she should have the strength to raise her voice or fight for herself. And she kept ignoring his words in the name of no.

Being together for a long time now Dhara had to talk to her family. Finally, finding a good time, she told his father everything about Akash. Dhara's father's face did not change, but he left after hearing all this. Dhara understood the pain of her father, the pain of a girl's father. She also waited for his father's answer without making too much pressure on him. After about three days, her father came to her and said "Dear, I want to meet that boy." Dhara's happiness was unbounded. In these three days she did not meet Akash at all. She called Akash immediately. But on getting no reply, he left a message and told him about it. But still she got no reply. When Dhara searched for him, he was nowhere to be found. Don't know in which corner of the earth, Akash was hiding. It was nothing wrong in waiting for some time as Dhara built up her patience. Hours turned into days, days into weeks, but there was no news from Akash. Dhara had tried all her strength to find him these days but still failed. There were many thoughts in her mind, but her faith in Akash did not waver even a bit. Her father could not wait any longer. He kept emphasising on the fact that a game was played with her. During this time he arranged Dhara’s marriage against her will to another boy named "Adarsh" to get her out of Akash's thoughts...


Yes, after a full circle, the matter has reached again to its beginning. Dhara had tried everything to convince his father, but he wasn’t ready to understand.

Tears began to fall from the eyes, and a loud “Thud” as the corner of the window hit the wall, snapped Dhara out from her thoughts. Coming out of his memories, she saw the same dark night again. Taking a deep breath, she wiped her tears and came inside the room. "Year after year is passing Akash... Where are you?!... I need you...” Talking to herself, she stopped writing and closed her diary and slept. Adarsh ​​was a good boy but as Dhara already had someone else in her mind, she could not accept Adarsh ​​under any circumstances. She also told this to Adarsh, yet Adarsh ​​was ready to marry him. The matter reached the wedding hall. Wedding songs were heard everywhere. But the voice of Akash was still echoing in Dhara's mind. The wedding hall was adored with beautiful decorations, Adarsh ​​reached the mandap waiting for Dhara. And moments were left before Dhara’s arrival to the aisle which could be counted on the fingertips.


"Madam your car is ready." The driver spoke and caught the attention of a very beautiful woman. In a dignified voice she replied in the affirmation and stood up with confidence. The woman who was one of the best fashion designers in the country, who had wealth worth crores and a luxurious life. Thousands of people were working on her single hint and day by day she was climbing the ladder of success. Honouring her, when she was asked to speak few words, the woman began by saying, "Daughter, a word that evokes an abundance of emotion. And a mind that is always filled with small dreams and desires. All she wants is a family companionship and a sky to fly to... where she can spread her courageous wings and fly independently. As for me, I got that sky and it was taken away, so I don’t take much pride in my success. But one thing I have learned from my past life is self-belief and the strength to fight for yourself." The words were familiar. The lady looked up at the sky and gave a beautiful smile and sat back on her seat. There was a shout from the crowd of thousands, "Dhara..." And the woman looked back but no one was seen. Suddenly, giving a note in her hand, a man disappeared in the crowd within a moment. The woman opened the note and started reading "I like you... always." And with this a tear fell from her eyes. That woman was none other than, Dhara. With a lot of hope she gave a small smile in spite of her sadness and desperation and kept the note with herself.


There was one last page left in that beautiful diary of her life. In the darkness of the night and tears in her eyes, Dhara began to write, “I wish Akash... I wish you were with me. Your Dhara has fulfilled all your dreams. Today, I am at the place, where we dreamed of reaching. It's not sad, it's just that I still miss you a little. The thing is incomplete yet complete and now awaits to reach the horizon where Dhara (i.e. the Earth) and Akash (i.e. the Sky) can unite. This diary will never be opened again after closing today. So, I want to say that my life will be a horizon and will always be endless, just come down a little, touch me and embrace me... The meeting with you will now be at horizon only. I will always look forward to meet you." With this, slowly pressing that note in the diary, it was closed. And even though the matter was incomplete, after it was completed, it moved Dhara forward with new hopes, courage and dreams and she swam the sky immersed in love.


Don't know, where Akash was but he was always with Dhara, circling around him with his courage. And Dhara... Dhara, walking on her path, became the attraction of the sky.


By Bhoomi Shah



23 views2 comments

Recent Posts

See All

He Said, He Said

By Vishnu J Inspector Raghav Soliah paced briskly around the room, the subtle aroma of his Marlboro trailing behind him. The police station was buzzing with activity, with his colleagues running aroun

Jurm Aur Jurmana

By Chirag उस्मान-लंगड़े ने बिल्डिंग के बेसमेंट में गाडी पार्क की ही थी कि अचानक किसी के कराहने ने की एक आवाज़ आईI आवाज़ सुनते ही उस्मान-लंगड़े का गुनगुनाना ऐसे बंध हो गया मानो किसी ने रिमोट-कंट्रोल पर म्य

bottom of page