સ્વીકાર
Updated: Dec 3, 2022
By Sejaal Parsan
હવે આંખોએ કામ સ્વીકારી લીધું છે
કારણકે હોઠો એ રજા લઈ લીધી છે
હવે હૃદય ને આરામ સોંપી દીધો છે
કારણકે દિમાગ નુ કામ વધી પડ્યું છે
હવે વધારે સંબંધો બનતા નથી
કારણકે નામના સંબંધો નો મહિમા વધી પડ્યો છે.
હવે ભરોસો કરવાનું છોડી દીધું છે
કારણકે ભરોસાના નામે થતી હૈયાવરાળ ફેલાવા માંડી છે
હવે ખુલ્લા દિલનું હાસ્ય ઘટી ગયું છે
કારણકે બનાવટી સ્મિતનો સ્વીકાર સામાન્ય થઈ પડ્યો છે.
આજે સાચા સંબંધ નો છોડ મરી પરવાર્યો છે
કારણકે કુમળા છોડનું ખાતર સમો પ્રેમ છોડાવી દેવામાં આવ્યો છે.
આજે ચર્ચાઓ તો ઘણી થઈ રહી છે સંબંધો અને પ્રેમ અને દોસ્તી ની
કારણકે વાતો કરવી જ પડે એવી પામરતા સ્વીકાર કરી લેવામાં એવી છે.
આજે હૃદય નું દુખ વધી પડ્યું છે,
કારણકે ઠલવાઇ જવાની જગ્યા ખૂટી પડી છે.
હવે આંખોએ કામ સ્વીકારી લીધું છે,
કારણકે હોઠો એ રજા લઈ લીધી છે.
By Sejaal Parsan

Comments