મન ના માણીગર ને
By Keya Trivedi
માથે બિંદી સજાવું કે નાકે નથ શોભાવું
કઇ રીતે મન ના માણીગર ને હું પ્રેમ જતાવું
અંગે ચૂંદડી પહેરાવું કે પગ માં જાંજર ખનકાવું
કઈ રીતે મન ના માણીગર ને હું પ્રેમ જતાવું
કાને બુટ્ટી લગાવુ કે હાથે ચૂડી સજાવું
કઇ રીતે મન ના માણીગર ને હું પ્રેમ જતાવું
કમરે કંદોરો પહેરૂ કે ગળે રૂપુ સજાવું
કઈ રીતે મન ના માણીગર ને હું પ્રેમ જતાવું
આંગળીએ વીંટી સજાવું કે માથે ટિકો લગાવું
કઈ રીતે મન ના માણીગર ને હું પ્રેમ જતાવું
આંખે કાજલ લગાવું કે સેંથે સિંદૂર સજાવું
કઈ રીતે મન ના માણીગર ને હું પ્રેમ જતાવું
હાથે મહેંદી દોરાવૂ કે ગાલે લાલી લગાવું
કઇ રીતે મન નાં માણીગર ને હું પ્રેમ જતાવું
માથે બિંદી સજાવું કે નાકે નથ શોભવું
કઈરીતેમનનમાણીગરનેહુંપ્રેમજતાવું
By Keya Trivedi

Comments