મારા કલમની સફર
By Shamim Merchant
મારી કલમની સફરે ઘણા ઉતાર-ચઢાવ જોયા,
કલ્પનાઓ અને લાગણીઓને નવા પંખ મળ્યા.
શરૂઆતમાં મારું લેખન મૂર્ખ અને અર્થહીન લાગતું,
બાલિશ કરાર આપી, બધાને હસવું આવતું.
વાહ કહી શકાય એવી રચનાઓ ઓછી હતી,
મનપસંદ કૃતિઓની સંખ્યા સીમિત હતી.
સમય વીતતો ગયો અને લેખનમાં સુધાર આવ્યો,
કલમ ધારદાર બની અને નામના નો સૂરજ ચમક્યો.
પોતાના જ વિચારોથી આશ્ચર્યચકિત રહી ગઈ છું,
કવિતા, નવલકથા, ટૂંકીવાર્તા, લેખ.. ન જાણે કેટલું લખું છું.
કોઈ કવિતા વાંચી આંખોથી આંસુ વહેશે,
તો કોઈ વાર્તા હાસ્યના ફટાકડા ફોડશે.
પ્રેરક લેખમાં ઘણું સમજવા મળશે,
ને નવલકથાની ભાવનાઓમાં ડૂબી જવાશે.
સાત વર્ષથી પાપાપગલી ભરતા અહીં સુધી પહોંચી,
પરંતુ ઘણા ક્ષિતિજો ઓળંગવાના છે હજી બાકી.
લેખન એક ઉત્કટ છે, જે હું ચાલુ રાખવા માંગુ છું,
આ એક જિંદગીમાં ઘણા જીવન જીવવા ઈચ્છું છું.
મારી વાર્તાઓ ને પાત્રો આ ચાહના પૂર્ણ કરે છે,
તેમ છતાં અગણિત શિખરો પહોંચવાનું બાકી છે.
મનોકામના છે કે જીવું ત્યાં સુધી લખતી રહું,
શક્તિશાળી કલમ પાસેથી તલવારનું કામ કઢાવું.
સમાજ અને લોકોમાં સકારાત્મક બદલાવ લાવું,
તો કહેવાય કે હાં...મારું લખવું લેખે લાગ્યું.
શમીમ મર્ચન્ટ
___________________________________
Translation
The journey of my pen
The journey of my pen has seen many ups and downs,
Imagination and emotions kept getting new wings.
At first my writing seemed silly and pointless,
Considering it childish, everyone used to laugh.
There were few compositions that were wow,
And the number of favorites were so limited.
As time passed and my writing improved,
My content became sharp and the sun of fame shone.
Surprised by my own thoughts,
Poetry, novels, short stories, articles.. Oh God, how much I write!
My poems might make you shed a tear,
Or a story may burst you with laughter.
A motivational article will give you a lot to think about,
And you may find yourself engrossed in my novel.
After seven years of baby steps I have reached this far,
But many horizons are yet to be crossed.
Writing is a passion I want to continue to pursue,
I want to live many lives in this one life.
My stories and characters fulfill this dream,
Yet countless peaks remain to be reached.
I want to keep writing till I live,
To draw a sword’s work from my powerful pen.
If I can bring a positive change in society and among people,
Then we can say that YES! My writing was worth it.
By Shamim Merchant

Comments