બ્રહ્માસ્મિ
By Kavan Vaidya
કોણે કહ્યું મારે ભગવાન થવું છે?
રામ ભજી મારે હનુમાન થવું છે.
માણસ બની નથી ઉતારવી કક્ષા,
મારે તો સજ્જન શયતાન થવું છે.
થઇ ભેગા ક્યાં પ્રેમીને માન મળ્યું,
પડીએ છુટા કે મારે બદનામ થવું છે.
ચાલ કરીએ કોઈ મોટી હોનારત,
શાંત નહિ મારે તો તોફાન થવું છે.
આપ ઢંગના શબ્દો શોધી મને ખુદા,
મારે ફકરો નહીં, એક 'કવન' થવું છે.
By Kavan Vaidya

Comments