તારા જ પ્રેમ માં
By Haidar Ali Jangrala
ઘાયલ બની બની ને ફરુ તારી યાદ માં,
ખૂબીઓ નું શું અંકન કરું હું તારી વાતો માં,
હું તો બની મદમસ્ત ફરુ છું ગલી ગલી,
જોયો છે જ્યારથી મે જામ તારી આંખો માં,
હસરત છે બસ મટી જાઉં તારી જ રાહ માં,
પતંગિયું જંપલાવે જેમ ધગધગતી આગ માં,
મત્સ્ય અને નીર ની કહાની તો જરા જુઓ,
જીવ તો ઘુમાવે છે એ જળ ની જુદાઈ માં,
દુનિયા ની મોહ માં રંગાવું નથી મારે,
મન ની લગન લગાવી દઉં તારા જ ધ્યાન માં,
દુનિયા ભલે પાગલ કહે એની ફિકર નથી,
મીરા ને જેમ લાગી ધૂન એ શ્યામ નામ માં,
"હૈદર" છે દાસ તારો અને તુજ એનો સ્વામી,
જીવતર ગુજારી દે એ તારા જ પ્રેમ માં.
By Haidar Ali Jangrala

Comments