જઈ રહી છે ક્યાં આ દુનિયા
By Haidar Ali Jangrala
જઈ રહી છે ક્યાં આ દુનિયા સ્વાર્થ ના સંગાથ મા,
ભુલી જઈ ઇન્સાનિયત સપડાઈ છે વિખવાદ મા.
ભાઈ નો ભાઈ નથી ચિંતા કરે છે વિશ્વ ની ?
દમ રહ્યો છે કયાં હવે ઇન્સાન તારી વાત મા
ઈશ ના નામે લડે છે તો કદીક તુ ધર્મ ના,
આદમિયત ને ભુલી બેઠો છે જાતિવાદ મા
કાલ જે હાથો મા ઝંડા ભાઈચારા ના હતા,
નફરતો ના તેજ ખંજર છે હવે એ હાથ મા
વસ્ત્રો ધારણ તે કર્યા છે સ્વાર્થ ને ઈર્ષા રૂપી,
તે છતો કેહતૉ ફરે છે માનુ છુ હુ પ્યાર મા
દુર્ગુણો ખુદ ના ભુલી તૉહમત મૂકે બીજા ઉપર?
કોક દી તો ઝાંખ અય ઇન્સાન તારી જાત મા
સત્ય ની સાથે રહી નાહક વિરૂધ્ધ પડકાર ફેંક,
ખુદ ને સોપી ના દે કોઈ, જાલીમો ના હાથ મા.
માનવી માનવ થઈ તુ રેહશે જો આ જગ મહી,
સર્વ વ્યાપી શાન્તિ પથરાશે આ સંસાર મા
ચુપ થઈ બેસીજા "હૈદર" એજ સાચો છે વિકલ્પ,
તુ પરોવી દે હવે ખુદ ને ખુદાના જાપ મા.
By Haidar Ali Jangrala

Comments