એ થી વિશેષ શું હોય?
By Keya Trivedi
આ વરસતો વરસાદ ને એક ચા ની ચૂસકી
એ થી વિશેષ શું હોય?
આ રંગીન મોસમ ને તારો રંગીન મિજાજ
એ થી વિશેષ શુ હોય?
એ ઠંડી રાતો ને તારી જોડે વોટ્સપ માં વાતો
એ થી વિશેષ શુ હોય ?
વિડિઓ કોલ માં થતો તારો દીદાર ને
આખો દિવસ ચહેરા પર રહેતો ખુમાર
એ થી વિશેષ શુ હોય?
આ ખુશનુમા ઋતુ માં તને લખવાનો વિચાર
એ થી વિશેષ શુ હોય?
તારા સ્મરણ રૂપે મને ભીંજવતો તારો અહેસાસ
એ થી વિશેષ શુ હોય?
આ વરસતો વરસાદ ને એક ચા ની ચૂસકી
એથીવિશેષશુંહોય?
By Keya Trivedi

Comments