આટલો ભેદભાવ કેમ
By Keya Trivedi
છોકરો જન્મે તો ખુશી જતાવવાની
ને છોકરી જન્મે તો વાત છુપાવવાની
આટલો ભેદભાવ કેમ ?
છોકરા ને તો હું ખૂબ ભણાઈશ
છોકરી ને ૧૦ મુ ભણી ને સાસરે સજાઈશ
આટલો ભેદભાવ કેમ ?
છોકરો મારો ઘર ની શાન
છોકરી એટલે જલ્દી થતુ કન્યાદાન
આટલો ભેદભાવ કેમ ?
છોકરા ને માથે રોજ મુગટ ને
છોકરી ને માથે અડધો ઘૂંઘટ
આટલો ભેદભાવ કેમ ??
છોકરા ને બનાવ્યો શહેજાદા
ને છોકરી ને શીખવાડી મર્યાદા
આટલો ભેદભાવ કેમ ?
છોકરો દિવસ માં ગમે ત્યાં ભટકે ને
છોકરી ના પગ દરવાજે જ અટકે
આટલો ભેદભાવ કેમ ?
છોકરા કમાવા જાય તો પરિવાર નું સન્માન
છોકરી કમાવા જાય તો પરિવાર નું અપમાન
આટલો ભેદભાવ કેમ ?
છોકરા નો ઊંચો અવાજ મર્દ ની નિશાની
છોકરી જવાબ આપે તો " ક્યાંય નહિ ટકવાની "
આટલો ભેદભાવ કેમ ?
છોકરો જન્મે તો ખુશી જતાવવાની
ને છોકરી જન્મે તો વાત છુપાવવાની
આટલો ભેદભાવ કેમ ?
જરૂર છે સમાજ એ સોચ બદલવાની
નહીંતોનદીનાપાણીમાંડૂબીમરવાની
By Keya Trivedi

Comments