આંખ વરસી જશે
By Keya Trivedi
એ જ વિચારી મારા વિચાર ભુલાઈ જાય
ક્યાંક વિચાર માં તું ન આવી જાય
નહિ તો લાગણીઓ ના પુર રેલાઈ જશે ને આંખ વરસી જશે
એ જ વિચારી ઘર માં રહેવાઇ જાય
ક્યાંક બહાર નીકળતા તું ન દેખાઈ જાય
નહિ તો લાગણીઓ ના પૂર રેલાઈ જશ ને આંખ વરસી જશે
એ જ વિચારી પેન નીચે મુકાઈ જાય
ક્યાંક તારા વિશે ન લખાઇ જાય
નહીં તો લાગણીઓના પુર રેલાઈ જશે ને આંખ વરસી જશે
એ જ વિચારી યાદો વિસરાઈ જાય
ક્યાંક યાદો માં તું ન આવી જાય
નહિ તો લાગણીઓ ના પુર રેલાઈ જશે ને આંખ વરસી જશે
એ જ વિચારી ફોન ની ગેલેરી બંધ થઈ જાય
ક્યાંક ફોટા માં તું ન આવી જાય
નહીં તો લાગણીઓ ના પુર રેલાઈ જશે ને આંખ વરસી જશે
એ જ વિચારી મારાથી ચૂપ રહેવાઈ જાય
ક્યાંક મારી બોલી માં તું ન છવાઈ જાય
નહીં તો લાગણી ના પુર રેલાઈ જશે ને આંખ વરસી જશે
એ જ વિચારી મારા વિચાર ભુલાઈ જાય
ક્યાંક વિચાર માં તું ન આવી જાય
નહિતોલાગણીઓનાપુરરેલાઈજશેનેઆંખવરસીજશે
By Keya Trivedi

Comments