top of page

Vichoro Ni Mala

Nov 5, 2022
3 min read

By Mala Sinha


સરસ


ભારે હૈયા

હોઠ કોરા

આંખોમાં તરસ

પણ આમ જુઓ તો

બધું જ સરસ...



કહો ને please...


તમે તો મારા બાલ ગોપાલ

અને હું હથેળીનો લાડુ

ખરું ને?


તમે તો નટખટ નંદગોપાલ

અને હું હોઠોંનું માખણ

ખરું ને?


તમે તો વૃંદાવનમાં શ્યામ

અને હું તો તમારી બાંસુરી

ખરુંને?


તમે કૃષ્ણ કનૈયા

અને હું રાધારાણી

ખરુંને?


તમે ગોવર્ધન ગ્વાલ

અને હું મુકુટ નું પીંછું

ખરુંને?


તમે જ મારા ગિરધર ગોપાલ

અને હું જ તમારી મીરા

ખરુંને?


કહો ને please....

એક વાર તો કહો!



જખમ


ગરમા ગરમ

શબ્દોની

આપ -લે

દાઝ્યા

દઝાડયા

પછી

ઘોર સન્નાટો



સમય


પચીસ ઉપર બે થયા

Really??

પણ લાગે છે જાણે

હજી હમણાં જ તો ચોરીમાંથી ઊભા થયા

ખરેખર!

શું એટલા બધા વર્ષો વીતી ગયા?


ચોકભાતનું ઘરચોળું સંકેલી

હજી હમણાં જ તો નો તું મૂક્યું તિજોરીમાં?

શું વાત કરે છે?

કબૂલ હૈ

કહ્યે એટલા બધા વર્ષો વીતી ગયા?


અરે! હથેળી પર ચીતરેલી મેહેન્દીની મહેક

નો 'તી માણી હજી હમણાં જ?

ના હોય...

આટલા બધા વર્ષો વીતી ગયા?


તરલા દલાલ ની cookbooks ના

સાથવારે

ક્યારે રસોડાની મહારાણી

બની ગયા?

ઓ! હો હો...

કેટલાય વર્ષો વિતી ગયા


તમારી સાથે ચાલતા ચાલતા

હસતા રમતા

પડતા આખડતા

શીખતા શીખવાડતા





"Zen and the art of motorcycle maintainence"

વાંચતા આચરતા

તારા ગણતા

સ્વપ્નો રચતા

જુઓને છેક ક્યાં પહોચી ગયા


Oh! My God!

"Yes... i do!"

કહે વર્ષો વીતી ગયા?


પચીસ ઉપર બે થાયા

Really??

પણ લાગે છે જાણે

હજી હમણાં જ તો ચોરીમાંથી ઊભા થયા

ખરેખર!

શું આટઆટલા

આટઆટલા બધા વર્ષો વીતી ગયા?...



રમત


આપણે બન્ને લઢયા ઝઘડ્યા

તેમાં શું?

આવુ તો ચાલ્યા જ કરે...


સાંભળ્યું છે

લક્ષમી પણ વિષ્ણુથી રિસાઈ ને

કોલ્હાપુર ચાલ્યા ગયા હતા

N guess what??

(She stayed on there forever...

How stubborn!

No??...)


રામ અને સીતા વચ્ચે

વર્ષોના અબોલા તો હતા જ !

(That mean heartless Ram!

& Tell me,

what did

poor Seeta do

to deserve this??)


શિવ અને પાર્વતીના

કિટ્ટા બુચ્ચાનો ખેલ...

ઓ બાપ રે!

(It used to acquire a dangerously serious propoertion...)


અને રાધા કૃષ્ણના

રીસામણા મનામણાં

(Oh! ho...

their silly

Pining n whining...

How tiring!

Now...who has the time to put up with such nonsense??!...)


તુ મને જણાવજે...

આપણે " ભગવાન ભગવાન "

તો નથી રમવુંને?



નુસખો


જિંદગીના બાગ બગીચામાં

સાથે ચાલતા ચાલતા

તમે પાછા ક્યારે વળી ગયા

થાકી ગયા?

કે પછી અમારી senseless chatter

કંટાળી ગયા??


અમે ક્યાં ઊભા છીએ

તે જાણવા

સેહેજ આંખો ફેરવી ને

જોવા પણ ન રહ્યા?


થોડો ઘણો વખત તો અમે પણ

વાટ જોતા ઊભા રહયા

ક્યાં ગયા?

ખોવાઈ ગયા?

વિચારતા રહ્યા

આખરે સમજીને

અમે એકલા જ

આગળ વધતા ગયા


That's ok કહી

મન મનાવીને

ચાલતા રહ્યા, ચાલતા રહ્યા...


આ તો આજે આ એક

SMS મોકલવા નો chance જડ્યો

તેથી તમને એક ખાસ વાત

કેહવાનો લાભ મળ્યો

જત જણાવાનું કે...

નાહક તમે અમારી ચિંતા ફિકર

કરશો નહિ


અમે fit n fine છીએ અહીં

મૌજ મસ્તીમાં રહીએ આહિં

ખીસકોલા સસલાની રંગતમાં

પંખી પતંગિયાની મેહફીલ માં

અમે તો

Absolutely chilled out

છીએ અહીં


હા...

Sometimes

તમારી સાથે વીતેલ

વખતોની યાદ આવતા

મન હરખાઈ જાય છે જરી

બસ...

એ જ કાફી નથી અલી?!...


રસ્તે મળતા પાસ પાડોશી

સગા સંબંધી

શું ખબર? પૂછે ત્યારે

હસીને "all well"

કહીએ છે અમે

તમારા તરફથી વિવેકમાં

"Regards" પણ convey

કરી લઇએ છીએ અમે...


क्या पता, आगे चलते

રાહમાં એવો મોડ કદાચ આવશે

કો'ક વાર આગળ જતાં

ચૌરાહા ફરી આવશે

અનાયાસે જ ભેટો થશે

ક્યાંક ત્યારે


Oh!

What a pleasant surprise...

Hi! Hello n hugs કરીશું આપણે

સમયની ગુલામી ના હોય તો

નજીકની cafe coffee day માં જઈ

નિરાંતે cappuccino પણ પીશું આપણે

તમારા મારા જેવા

ભટકતા ઘરાકોને

"A lot can happen over a cup of coffee"

કહી ફોસલાવે છે જો ને...

What do you think

can happen over an innocent cup?

બોલ ને...

તો ચાલને પછી

આ નુસખો પણ

Check out કરી લઈએ...

Whatsay??!...



આવું કેમ થાય છે?


કહેવા કંઈક માંગીએ છીએ

અને કંઈક બીજું જ કહેવાઈ જાય છે

આવું કેમ થાય છે?


દિલ ની છૂપાયેલી વાતોનો ઉભરો

વરાળ થઇ જખમ કેમ દઈ જાય છે?

આવું કેમ થાય છે?


ઠુંસાઠુંસ ભરેલ યાદોં નો પટારો

ક્યારેક અચાનક જ ખૂલી આમતેમ વેરાઈ

ચૂરચૂર કેમ થઈ જઈ છે?

આવું કેમ થાય છે?


વિસરાઇ ગયેલ ઘર અને ત્યાંની

ગરમ હૂંફ

એકદમ જ કેમ પાછી મન પર હાવી થઈ

કબ્જો જમાવી જાય છે?

ત્યાં ખેંચી લઈ જાય છે?


આવું કેમ થાય છે??....



વિચારો નો વેગ


આવે છે તો હંમેશા ટોળામાં

ધસમસતા ધમધમતા આવેગમાં

પૂરની વેગે આવી

આ વિચારો તો જો

કેવી સિફતથી ખોલે છે

મનના દરવાજા...


કેમ છો?

હું કહું તે પહેલા જ

કેવા ઠાવકા બની

ગોઠવાઈ જાય છે

મારા અંગેઅંગના ખૂણા ખાંચરામાં!

બોલો...

શું કામે પધાર્યા છો?

વગર આમંત્રણે જ ટપકી પડ્યા છો?

એમ?..

દિવસ રાતની પરવા કર્યા વગર

મારી સાથે

સંતાકૂકડીની રમત રમવા આવ્યા છો?


અતિથિ બનીને આવ્યા છો

ઠીક છે...

ઘડીભર રમીશું

નવાજી તમારી કરીશું

પણ એક વાત કહું?

યાદ રાખજો

આખરે તો તમે મેહમાન છો

બેઠા.... ચાહપાણી પીધા

હવે "આવજો" ક્યારે કહો છો?

મારે બીજા કામ પણ હોય ને??


માલા સિન્હા

બોધી

૪૧ રામબાગ સોસાયટી

મકરપુરા રોડ

વડોદરા ૩૯૦૦


By Mala Sinha
























Recent Posts

See All
Mirrored Truth

By Rufaida Manzoor I stood beside the silent lake, With eyes that felt no urge to break. My hair fell low in shadows deep, The waters...

 
 
 
My Antidote

By Anveeksha Reddy You fill my books with your ink, seeping into the pages bright and brilliant The words etched into the cracks of it,...

 
 
 
Avarice

By Anveeksha Reddy You tear my skin and pick on my bones I label it as gluttony for you Churning and shattering the remains of my...

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page