top of page

Panetar

Jan 7, 2023
2 min read

By Mehul Makwana


Gujrati PoemEnglish Translation


ક્યારેક વિચાર્યું હતું કે જીવનમાં શું નહીં હોય! એ જીવનનું હું કરીશ શું? જેમાં તું જ નહીં હોય… ઘર આંગણે શણગારની જરૂર જ ક્યાં પડવાની, એ આંગણું સુખી થાય જ જ્યાં તારી હયાતિની સહી હોય... મજાકમાં ભલે કહી હોય તે વિખુટા પડવાની વાત, નથી ક્યારેય બન્યું એવું કે એ વિચારથી આ આંખો ન વહી હોય... મળ્યું તને એ પણ જે માંગ્યું નહીં હોય તે કદાચ ક્યારેય મારી પાસે, નથી લાગતું તને ચાહવામાં કોઈ કસર બાકી રહી હોય... અંતર મનના ઊંડાણમાં દફનાવેલા રહસ્યો હોય કે હોય સંતાડેલી ભૂલો, શું છે એવી કોઈ પણ વાત જે તને ન કહી હોય…? ભગવાનની સમકક્ષ તારું સ્થાન, વાત કર્યા વગરનો દિવસ જાણે વેરાન, મારાથી પણ આગળ તારું માન, આ આકર્ષણ અમસ્તું તો નહીં હોય…! છુટા પડીને અલગ વ્યક્તિત્વને અપનાવું પણ કેવી રીતે, ચાલશે એ કેમનું કે હાથમાં સાથ બીજાનો પણ તું મહીં હોય... કહે છે મને લગ્ન કરી લે પણ મનને સમજાવું મારે કેવી રીતે, કે વાત જ્યારે નીકળશે પાનેતરની, તો માંડવે પાનેતર તો હશે પણ એ પાનેતરમાં તું નહીં હોય...



Sometimes I thought that there would be nothing in life! What will I do with that life? In which you will not be the only… Where is the need for decoration at home? That yard is happy where your life is signed... Even though it was said in jest about falling apart, It never happened that these eyes did not flow with the thought... You got what you never asked for, maybe from me. I don't think there is any effort left to love you... Distances are secrets buried in the depths of the mind or hidden mistakes, Is there anything you haven't been told…? Your place equal to God, a day without speaking is like a waste, Your honor ahead of me, this attraction will not be ours...! How to break away and adopt a different personality, It will work because you are the honey of others too... She says marry me but let me explain to my mind how should I That when the matter comes out of Panetar(a gujarati bridal wear), So Mandwe (the decorated place where marriage rituals performed) Panetar will be there but you will not be in that Panetar...

By Mehul Makwana




Recent Posts

See All
Mirrored Truth

By Rufaida Manzoor I stood beside the silent lake, With eyes that felt no urge to break. My hair fell low in shadows deep, The waters...

 
 
 
My Antidote

By Anveeksha Reddy You fill my books with your ink, seeping into the pages bright and brilliant The words etched into the cracks of it,...

 
 
 
Avarice

By Anveeksha Reddy You tear my skin and pick on my bones I label it as gluttony for you Churning and shattering the remains of my...

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page