top of page

"Mari Maa"

May 4, 2023
1 min read

By Jasmina Shah


સૌથી પહેલો પ્રેમનો અહેસાસ કરાવ્યો

મારી "માં" એ

સૂતી હું તેના ગર્ભમાં હતી ત્યારે....

ન હતી ખબર આટલી સુંદર હશે "માં"....!!

ગાલ પર જ્યારે પપ્પી દેતી મીઠી લાગતી મને

મારી "માં"

કડવી થઇને શિક્ષણ આપે આખા જગનું

મારી "માં"

શોધું જ્યારે ભૂતકાળમાં તેને હું, કહેતી તારી ભીતર તારા શિક્ષણમાં છું હું....

આજે સમજાયું સો શિક્ષક બરાબર એક છે "માં"

ઘડતી હું મારા દિકરાઓને ત્યાં...




પોતે છણકો કરી લેતી બચાવી પારકાથી લેતી તે...

આજે સમજાયું "માં" કેમ ગુસ્સો કરી લેતી...??

ફીકા લાગે બધા ભોજન યાદ આવે જ્યારે

ફૂંક મારી ખવડાવતી કોળિયો મારી "માં"

સુખ,શાંતિ અને પ્રેમ બધું જ એકસાથે મળતું

સુવડાવતી તેના ખોળામાં મારી "માં"

પૃથ્વી પર પરમાત્માની પ્રતીતિ એટલે "માં"

સત સત વંદન "માં" ને કરું ભૂલી ન શકું તેને હું

સઘળું ન્યોછાવર તેને માટે પણ મળી ન શકે આજે મારી "માં"....

સદાય હસતો ચહેરો તેનો છબીમાંથી પણ

આશિષ દેતો....

ભૂલાવી ન શકું હું કદી તેને, મને વ્હાલી

મારી "માં"....



By Jasmina Shah




Recent Posts

See All
Mirrored Truth

By Rufaida Manzoor I stood beside the silent lake, With eyes that felt no urge to break. My hair fell low in shadows deep, The waters...

 
 
 
My Antidote

By Anveeksha Reddy You fill my books with your ink, seeping into the pages bright and brilliant The words etched into the cracks of it,...

 
 
 
Avarice

By Anveeksha Reddy You tear my skin and pick on my bones I label it as gluttony for you Churning and shattering the remains of my...

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page