Kantara
- Hashtag Kalakar
- Jan 8, 2023
- 6 min read
By Smit Patel
મોટા ભાગના લોકોને કાંતારા ગમ્યું છે. ઈનફેક્ટ માસ્ટરપીસ લાગ્યું છે. પણ મને આ ફિલ્મ જોડે હજાર વાંધા છે.
¡● ફિલ્મને બાકીની સાઉથ ઇન્ડિયન મુવીઝની જેમ જ બનાવવામાં આવી છે. ઈનફેક્ટ ડિરેકટર રિષભ શેટ્ટીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે ફિલ્મનું templete સાઉથ ઇન્ડીયન જ છે. શરૂઆતમાં ગુંડાઓ જોડે હીરોની ફાઈટ થાય. ને પછી એ જ લવસ્ટોરી. બધું ક્લિશે. મૂળ મુદ્દા પર આવતા ફિલ્મને 2 કલાક લાગે છે! છેલ્લી પંદર મિનિટ સિવાય આખી ફિલ્મ ભયંકર રીતે બોરિંગ છે. સવાલ એ છે કે કોઈ પણ ફિલ્મમાં પાંચ મિનિટ ય ખરાબ આવે તો એને ક્રિટિક્સ ખંખેરી નાખતા હોય છે તો આ ફિલ્મ તો આખી મીડિયોકર છે. એના પર કેમ એટલું ક્રિટીસીઝમ નથી થતું? અને ઓડિયન્સ તરફથી પણ કેમ આટલો જોરદાર રિસ્પોન્સ મળ્યો? એના કારણો પર આવીએ.
¡● પહેલી વાત એ કે લોકોને હજીય એ જ ટિપિકલ મસાલા એન્ટરટેઇનર ગમે છે. વર્ષો પહેલાં સલમાન-શાહરુખ ઈદ/દિવાલી પર આ પ્રકારની બકવાસ મૂવીઝ આપીને ય બોક્સઓફિસ પર તગડી કમાણી કરતા. સાઉથ ઇન્ડિયાની એ જ પ્રકારની મૂવીઝ અત્યારે ચાલે છે. સાઉથ ઇન્ડિયામાં 'ધૂરુંવંગલ પથીનારું' કે 'ચાર્લી 777' જેવી હટકે મૂવીઝ બની છે. પણ લોકોએ કઈ એમને કરોડોની કમાણી નથી કરી આપી. લોકોએ એજ પ્રકારની સાઉથ ઇન્ડિયન મુવીઝને હિટ કરાવી છે જે પ્રકારની બૉલીવુડ મૂવીઝ વર્ષો પહેલા ધૂમ ચાલતી. તો પછી અત્યારે બોલીવુડની આવી મૂવીઝ કેમ નથી ચાલતી?
¡● એનું કારણ પોલિટિકલ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રાઈટ વિંગ પોલિટિક્સના લીધે લોકોમાં બૉલીવુડ માટે એક પ્રકારની નફરત પેદા થઈ છે જેથી લોકો એ સ્ટારની મૂવીઝ જોઈ નથી શકતા જેમના માટે એમને નફરત હોય. આની વિરુદ્ધ એ દલીલ હોઈ શકે કે સ્ટારના પ્રોફેશન અને એના પર્સનલ લાઈફ વચ્ચે તફાવત છે ને. હા. પણ એ તફાવત મોટા ભાગના લોકો નથી સમજી શકતા. એ બંને ભેગા કરી દે છે. એટલે જ જો કોઈ સ્ટાર વિરુદ્ધ એમના મનમાં ટોક્સિસિટી પેદા થાય તો એમની ફિલ્મ જોઈ શકતા નથી. જે બૉલીવુડની ફિલ્મોના ફ્લોપ જવાનું મોટું કારણ છે. કરણ જોહરે એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે kgf જો મારા બેનરમાં બનત તો આટલી સફળ ન હોત. ક્રિટિક્સ અને લોકો બંને આખી ફિલ્મ પર તૂટી પડત.
¡● વળી, છેલ્લા કેટલાક અરસામાં એક post truth ફેલાવવામાં આવ્યું છે. કે સાઉથ ઇન્ડિયન મૂવીઝ એ ભારતીય સંસ્કૃતિની રિસ્પેક્ટ કરે છે જ્યારે બૉલીવુડ નથી કરતું. અઢળક વીડિયોઝ ફરે છે. દીપિકાએ પઠાણમાં સેફ્રોન કલરની બિકીની પહેરી તો એને ધર્મ સાથે જોડી દેવામાં આવે! શાહરુખે કોઈ ફિલ્મમાં નમાઝ પઢી એ બતાવવામાં આવે પણ એણે ગણેશપૂજા કરી એ બતાવવામાં ન આવે. આમિર pk ફિલ્મમાં હિન્દૂ અંધશ્રદ્ધા પર પ્રહાર કરે તો એને એન્ટી-હિન્દૂ ઘોષિત કરવામાં આવે પણ એજ ફિલ્મમાં એણે મુસ્લિમ ધર્મ પર કટાક્ષ કર્યો છે એ ફેક્ટ સંતાડી દેવામાં આવે! જો બોલીવુડમાં કોઈ ખરાબ કામ કરતું કેરેક્ટર ને હિન્દુ બતાવવામાં આવે તો એના પર નારાજગી જતાવાય. પણ જો સાઉથ ઇન્ડિયન મુવી 'પુષ્પા' માં વિલન દેવીપૂજા કરે તો પ્રચાર થાય કે જુઓ સાઉથ ઇન્ડિયન સિનેમામાં ભારતીય સંસ્કૃતિની કેટલી રિસ્પેક્ટ છે! સત્યને મારીમછડીને પોતાને અનુકૂળ આવે એવું સત્ય રજૂ કરવામાં આવે એને જ પોસ્ટ truth કહેવાય. જે અહીં જોઈ શકાય છે. જેનો લાભ સાઉથ ઇન્ડિયન મુવીઝને મળે છે.
¡● આ જ વાત 'કાંતારા'ને લાગુ પડે. ફિલ્મ સ્ટોરીટેલિંગની દ્રષ્ટિએ તો મીડિયોકર છે જ. વત્તા ફિલ્મ એની political philosophy ની દ્રષ્ટિએ પણ ઊણી ઉતરે છે. જેમકે ફિલ્મમાં મેટાફોરિકલી ધાર્મિકતાનો રેશનલ ઉપર વિજય બતાવવામાં આવ્યો છે. જેમકે પોલીસ ઇન્સ્પેકટર જ્યારે જંગલમાં ફટાકડા ફોડવાથી પ્રાણીઓને થતા નુકસાનને સમજાવવા જાય તો એને હસી કાઢવામાં આવે. Encroachment વાળા સીનમાં ય એ જ. એટલે સુધી કે j sai deepak કે amish tripathi જેવા રાઈટ વિંગ ઇન્ટલેકચુંઅલ વર્ગ આ બાબતોને સોશિયલ મીડિયા પર પણ પોઇન્ટ આઉટ કરે છે! આઝાદી બાદ નહેરુએ scintific temperament ની વાત કરેલી. ને વર્ષોની મહેનત બાદ આપણે અંધશ્રદ્ધાની મુક્ત થઈને આટલે સુધી આવ્યા છીએ. એક જમાનામાં ગણેશજીની મૂર્તિ દૂધ પીવે છે એવી અંધશ્રદ્ધામાંથી આપણે isro/iit જેવી વિશ્વમાં ખ્યાતનામ સંસ્થાઓ બનાવવા સુધી પહોંચ્યા. જો ફરીથી એ જ ધાર્મિકતાના રવાડે ચડશું તો શું હાલ થશે. દરેક પ્રશ્નો હલ local deity જોડે શોધવો એ ફક્ત વિજ્ઞાન વિરુદ્ધની વાત નથી. પણ પ્રાચીન ભારતીય સંસ્કૃતિ પણ આવી લાચારીભરી અંધશ્રદ્ધાની વિરુદ્ધ છે. જે તર્કની વાત કરે છે. રેશનલ વાત કરે છે.
¡● આવા ઘણા કારણોસર 'કાંતારા' અમુક અદભુત રીતે કોરિયોગ્રાફ થયેલી ફાઈટ સિક્વન્સીસને બાદ કરતાં ભયંકર મીડિયોકર લાગે છે.
----
Translation
----
Essay on kantara and other things.
ज्यादातर लोगों ने कांटारा को पसंद किया है। Infact, उनको ये एक उत्कृष्ट कृति लगी। लेकिन मुझे इस फिल्म से हजार आपत्तियां हैं।
¡● फिल्म को अन्य दक्षिण भारतीय फिल्मों की तरह बनाया गया है। इंफेक्ट डायरेक्टर ऋषभ शेट्टी ने एक इंटरव्यू में कहा है कि फिल्म का template दक्षिण भारतीय है। शुरुआत में नायक बदमाशों से लड़ता है। और फिर वही प्रेम कहानी। सब कुछ क्लिशे है। फिल्म को मुख्य मुद्दे तक पहुंचने में 2 घंटे लगते हैं! आखिरी पंद्रह मिनट को छोड़कर पूरी फिल्म बहुत ही बोरिंग है। सवाल यह है कि अगर कोई फिल्म पांच मिनट के लिए खराब है, तो आलोचक उसे कोस देते है तो ये तो पूरी फिल्म औसत दर्जे की है। इसकी इतनी आलोचना क्यों नहीं होती? और इसे दर्शकों से इतने बखान क्यो मिले। आइए, इन कारणों पर चलते हैं।
¡● पहली बात तो यह है कि लोग आज भी वही टिपिकल मसाला एंटरटेनर पसंद करते हैं। सालों पहले सलमान-शाहरुख ईद/दिवाली पर ऐसी बकवास फिल्में रिलीज कर बॉक्स ऑफिस पर मोटी कमाई करते थे। उसी तरह की दक्षिण भारतीय फिल्में अब चल रही हैं। दक्षिण भारत में 'धूरुवांगल पथिनारू' या 'चार्ली 777' जैसी हटके फिल्में बन चुकी हैं। लेकिन लोगों ने उन्हें करोड़ों रुपये नहीं कमाके नही दिए। लोगों ने उसी तरहकी साउथ इंडियन फिल्मों को हिट करवाया है जिस तरहकी बॉलीवुड फिल्में सालों पहले हिट हुआ करती थीं। फिर ऐसी बॉलीवुड फिल्में अब क्यों नहीं चल रही हैं?
¡● वजह राजनीतिक है। पिछले कुछ वर्षों में दक्षिणपंथी राजनीति ने लोगों में बॉलीवुड के लिए एक तरह की नफरत पैदा कर दी है, जिससे लोग उन सितारों की फिल्में नहीं देख सकते जिनसे वे नफरत करते हैं। इसके खिलाफ यह दलील दी जा सकती है कि एक स्टार के प्रोफेशन और उसकी पर्सनल लाइफ में फर्क होता है। हाँ। लेकिन ज्यादातर लोग इस अंतर को नहीं समझ पाते हैं। अक्सर आम लोग दोनों को जोड़ देते है। इसीलिए अगर किसीके दिमाग में किसी स्टार के लिए टॉक्सिसिटी पैदा हो जाए तो उसकी फिल्म नहीं देखेगा। जो बॉलीवुड फिल्मों के फ्लॉप होने का एक बड़ा कारण है। करण जौहर ने एक इंटरव्यू में कहा था कि अगर केजीएफ मेरे बैनर तले बनती तो इतनी सफल नहीं होती। जबकि, आलोचकों और जनता दोनों ने इस फिल्म की सराहना की।
¡● साथ ही पिछले कुछ पलों में एक post truth फैलाया गया है। दक्षिण भारतीय फिल्में भारतीय संस्कृति का सम्मान करती हैं जबकि बॉलीवुड नहीं करता। कई वीडियो सर्कुलेट हो रहे हैं। पठान में दीपिकाने नारंगी रंग की बिकिनी पहनी तो इसे धर्म से जोड़ दिया गया! किसी फिल्म में शाहरुख को नमाज पढ़ते दिखाया गया हो तो उसे वायरल कर देंगे, लेकिन 'डॉन' में गणेश पूजा करते हुए दिखाया गया उसकी बात नही होंगी। पीके की फिल्म में अगर आमिर हिंदू अंधविश्वासों पर प्रहार करते हैं तो उन्हें हिंदू विरोधी घोषित कर देंगे, लेकिन उन्होंने उसी फिल्म में मुस्लिम धर्म पर व्यंग्य किया है, इस तथ्य पर सायलेंट हो जाएंगे! बॉलीवुड में अगर किसी घटिया किरदार को हिंदू के रूप में दिखाया जाता है तो वह नाराज हो जाता है। लेकिन अगर दक्षिण भारतीय फिल्म 'पुष्पा' में खलनायक देवी की पूजा करता है, तो यह प्रचारित किया जाएगा कि दक्षिण भारतीय सिनेमा में भारतीय संस्कृति का कितना सम्मान है! पोस्ट ट्रुथ उसे कहते जब सत्य को विकृत किया जाता है और सत्य को खुदके के अनुकुल हो उस तरह से प्रस्तुत किया जाता है। जिसे यहां देखा जा सकता है। जिसका फायदा साउथ इंडियन फिल्मों को होता है।
¡● यही बात 'कांतारा' पर भी लागू होती है। story telling के मामले में फिल्म औसत दर्जे की है। इसके अलावा, फिल्म अपने political philosophy के संदर्भ में भी औसत ही है। जैसे कि फिल्ममें metaphorically तर्क/rational पर धार्मिकता की विजय को दर्शाया गया है। उदाहरण के लिए, जब एक पुलिस इंस्पेक्टर जंगल में पटाखे फोड़ने से जानवरों को होने वाले नुकसान के बारे में बताने जाता है, तो गांववाले उस पर हस देते है। encroachment वाले दृश्य में भी ऐसा ही होता है। यहां तक कि, जे साई दीपक या अमीश त्रिपाठी जैसे right wing intellectuals सोशल मीडिया पर भी इन बातो का ज़िक्र करते है। आज़ादी के बाद नेहरू ने scientific temperament की बात की। वर्षों की कड़ी मेहनत के बाद हम अंधविश्वास से इतनी दूर आए हैं। 90s की दूध पीने वाली गणेश प्रतिमावाली घटना से से हटकर isro/iit जैसे विश्व प्रसिद्ध वैज्ञानिक संस्थान बनाने तक आये है। अगर हम फिर से उसी अन्धश्रद्धा के रास्ते पर चढ़ गए तो क्या होगा? Local deity द्वारा सभी प्रश्नों का समाधान खोजना केवल विज्ञान विरोधी नहीं है। लेकिन प्राचीन भारतीय संस्कृति भी ऐसे लाचारयुक्त अंधविश्वास के खिलाफ है। जो संस्कृति तर्ककी बाते करती है
¡● ऐसे कई कारणों की वजहसे 'कांतारा' कुछ शानदार कोरियोग्राफ किए गए फाइट सिक्वन्सके अलावा भयानक रूप से mediocre है।
By Smit Patel

Comments