Falling Rosy Dusk
By Bhoomi Shah
મહેકી રહેલા વિચારોમાં પાંગરી રહેલું અસ્તિત્વ તારું, ને ઉત્સાહ જાણે આસમાનને સાથ,
ગુલાબી ઠંડીમાં વિખરાય રહેલી એ સાંજ, અને ધીમેથી ગાઢ પકડેલો મારો હાથ,
ઢળી રહેલાં સૂરજની વાટ, અને મહેસૂસ થતાં તારાં ધીમાં શ્વાસ,
રહી જતી હોય છે નજર નીચી શરમથી એ આથમતાં દિવસમાં,
મીઠી મુસ્કાન વચ્ચે તારો સાથ, વિશ્વાસ અને તારાથી જકડાયેલી મારી જાત...
સાંજનો એ વાયરો જાણે કહી જાય વાત આથમતાં ક્ષણોની,
ધીમું મધુર સંગીત લઇ જાય મનને શરીરથી દૂર આસમનને સાથ,
મુક્ત બની ઉડતા પંખીડા એ મનનાં આકાશે મુકી શંકાની વાત,
મંદ મુસ્કાન અને શરમની ચાદર ઓઢ્યે જીવન જીવાય એ ઠંડીમાં ખાસ,
અને ગરમ ચા ની ચુસ્કી, ને મહેકી રહેલી આદુની સુવાસ,
બસ એમ જ તો બને એકમેકની વાત…
કોણ જાણે કારણ મારી ચાહતનું,
મારાં જીવનમાં વ્યાખ્યા તારી બસ સૂર્યનો કૂણો તાપ અને ઢળતી ગુલાબી સાંજ…
English Translation:
Falling Rosy Dusk
Your existence is shrouded in thoughts, And the excitement seems to accompany the sky,
That evening strewn in the pink cold, and my hand, which was slowly held tightly,
The sun is falling, and your slow breath as you feel,
The eyes are left with low shame in that falling day,
With you in the midst of a sweet smile, Myself bound with faith and you…
The evening wires seem to say the thing of the moments ending,
Slow melodious music takes the mind away from the body towards the sky,
The birds flying freely put the matter of doubt in the sky of the mind,
Living a life with a soft smile and a sheet of shame, especially in that cold,
A sip of hot tea, and the aroma of the ginger,
That's all that happens, talking about each other…
Who knows the reason for my love?
Your definition in my life, Just the heat of the sun and Falling Rosy Dusk…
By Bhoomi Shah

Comments