શું કરું?
Updated: Dec 3, 2022
By Sejal Parsana
શું કરું કે તારા શ્વાસ ની આદત થઇ ગઇ છે.
મારી ભીતર માં તારા સહવાસ ની આદત થઇ ગઇ છે.
મારા વાળ ને તારી આંગળીઓની આદત થઇ ગઇ છે.
મારા ચેહરા ને તારા હોંઠો ના સ્પર્શની આદત થઇ ગઇ છે.
શું કરું કે તારા પગરવ મને કાયમ મારો હોવાનો એહસાસ કરવી જાય છે.
તારું હોવું એ મારા અસ્તિત્વ નો એક અજોડ ભાગ બનતો જાય છે.
તારા કંઠ થી નીકળતો મારા નામનો સાદ, હવે મારી જરૂરિયાત બનતો જાય છે.
શું કરું કે તારા શ્વાસ ની આદત થઇ ગઇ છે.
તું મારા હૃદય માં જેટલો, તારા પ્રાણ માં હું તેટલી.
મારા આલિંગન માં તું,
તો તારી જિંદગીમાં હું.
શું કરું કે તારા શ્વાસ ની હવે આદત થઇ ગઇ છે.
By Sejal Parsana

Comments