- hashtagkalakar
"Dost"
By Jasmina Shah
યાદ આવે મને આજે
પેલું બાળપણ છે દોસ્ત,
જે પેલા ગલ્લામાં કેદ છે....!!!
ખભા ઉપર હાથ મૂકી
ચાલ્યા બેઉ જાતા,
ને વાતો ન ખૂટે પછી
આખાય મલકની...
યાદ આવે આજે
એ નિ:સ્વાર્થ પ્રેમ છે.
દોસ્ત, પેલી સાઇકલની ઘંટડી
તું વગાડે ને...
દોડીને હું આવું તારી પાસ....!!!
મીઠાશ આજે આ બત્રીસ ભોજનમાંય નથી દોસ્ત,
જે હતી, અડધું ખાય તું ને
અડધું ખાઉં હું...
જ્યાં એંઠા-જૂઠાનો નહીં બાદ....!!!
શાળાએ આવવા થાઉં
જરા મોડો તો દોસ્ત
ઉભો તું દેખાય મારી વાટે...!!!
યાદ આવે મને આજે
પેલું બાળપણ છે દોસ્ત,
જે પેલા ગલ્લામાં કેદ છે....!!!
By Jasmina Shah