- hashtagkalakar
"Baki Badhu Thik Chhe"
By Jasmina Shah
પહેલા ઓટલે બેસી વાતો કરતાં...
હવે પબ્જી રમાય છે.
બાકી બધું ઠીક છે...!
પહેલા પ્રભુ આરતી કરી વાળું કરતાં..
હવે રાત આખી મોબાઇલમાં જાય છે
બાકી બધું ઠીક છે...
પહેલા પત્ર લખી પત્રની રાહ જોતાં..
હવે Whatsapp, sms થાય છે.
બાકી બધું ઠીક છે...!
પહેલા વગર જોયે લગ્ન કરતાં...
હવે જોઈને પણ છૂટાછેડા થાય છે.
બાકી બધું ઠીક છે...!
પહેલા પ્રેમ કરીને દુઃખ થાતું...
હવે ખુશીથી ' બ્રેકઅપ " કહેવાય છે.
બાકી બધું ઠીક છે...!
By Jasmina Shah