- hashtagkalakar
** લાગણી **
By Unnati Vora
મઢી મેં એક એવી છાવણી,
Vaavi મેં એમાં ખૂબ વાવણી,
હરખથી એ પણ પ્રેમે લીપાણી,
ને સ્નેહ થી એ ઘણી ભીંજાણી,
પામવા પ્રેમ જેમ એ હરખાણી,
રહી ક્રોધ થી તેમ એ સંતાણી,
દુ:ખ ને સુખ થી એ રોપાણી,
ને અનુભવો થી એ દિપાણી,
ક્યારેક-કો’ક સંબંધે એ તણાણી,
ને કદી- ક્યારેક તે એમાંજ હણાણી,
તાંતણે તાંતણે હતી એ બંધાણી,
પૃથ્વી પર જાણે એક એજ મહારાણી,
જીવન નૈયા માં એવી એ ફસાણી,
જાણે ચોતરફ થી એ આવી ભરાણી,
ઘડી અંત ની એવી ઉભરાણી,
ના રહી છાવણી કે ના રહી લાગણી.....
By Unnati Vora