- hashtagkalakar
શું કામનું???
Updated: Sep 20, 2022
By Dhruti H. Vaja
તારી એ “ હાજરી ” પણ,
જો મને “ ગેરહાજરી ” જેવી લાગે..
તો શું કામનું???
તું “ પાસે ” તો હોય મારી,
પણ મારી “ સાથે ” ના હોય ..
તો શું કામનું???
તારી એ અઢળક વાતો ના
“ કિસ્સાઓ ” તો હોય,
પણ, એ કિસ્સાઓનો
એક “ હિસ્સો ” પણ
“ હું ” ના હોવ ..
તો શું કામનું???
હું “ગૂંચવાયેલ” હોવ કોઈ સમય માં,
ત્યારે મારા એ સમય નો
“ એક ઉકેલ ” પણ
“તું ના બને”..
તો શું કામનું???
આ “સવાલો થી ” ભરેલી દુનિયામાં
મારો “એક જવાબ”
“તું” ના હોય..
તો શું કામનું???
ચાલીશ હંમેશા તારી સાથે,
પણ એ “અનંત” સફર માં
તારા “સાથ” નો
“એ અહેસાસ” જ ના મળે..
તો શું કામનું???
આ સબંધ માં “તું” અને “હું” તો છીએ,
પણ સબંધ ના “દરેક પળો” માં
“આપણે” જ નહિ હોઈએ..
તો શું કામનું???
By Dhruti H. Vaja