જાત પ્રત્યે અભિવાદન
- Hashtag Kalakar
- Nov 29
- 1 min read
By Chavda Falguni Sureshbhai
અજાણી વ્યક્તિ આપણી જાતને માણીએ,
જાત પ્રત્યે બહુ બધો નહિ થોડો જ સમય ગાળીએ.
જાતને એક ઢાળમાં ઢાળિયે અને;
દુઃખના એ સંસ્મરણો વિસરાવિએ.
મનનાં એકાદ ખૂણેથી એકલતાના વાયરાને વળાવીએ,
અજાણી વ્યક્તિ આપણી જાતને માણીએ.
એકલતાને વસંતના વાયરાની જેમ વિહરાવીએ ;
ઝરમર વાયરાની જેમ જાતને વહેવડાવીએ.
જાતને પણ કોઈ પાઠશાળામાં પ્રવેશ કરાવીને,
થોડો કક્કો અને બારખડી શીખવાડીએ.
કંઈક સબંધોમાં સમર્પણ કરવાનું તેને જ્ઞાન કરાવીએ,
અજાણી વ્યક્તિ આપણી જાતને માણીએ.
જાત માટે રંગબેરંગી કલાકો ફાળવીએ ;
ક્યારેક મીઠી ચાસણીમાં ડૂબાડીને,
ગળપણરૂપી,તકરારૂપી સબંધોનો;
સ્વીકારૂપી સ્વાદ ચખાડીએ,
અજાણી વ્યક્તિ આપણી જાતને માણીએ.
કદાચ તેને પણ આ ગમતું હશે,
વધુ નહિ એકાદ સંગીતનો આલાપ શીખવાડીએ,
અજાણી વ્યક્તિ આપણી જાતને માણીએ.
By Chavda Falguni Sureshbhai

Comments